12 ફેબ્રુઆરીએ મહાકુંભમાં જશે નરેન્દ્ર મોદી

અલ્હાબાદના મહાકુંભમાં 7 ફેબ્રુઆરીના રોજ સંત સમાજની બેઠક યોજાવવાની છે. માનવામાં આવે છે કે આ બેઠકમાં સંત સમાજ કોઇ મોટો નિર્ણય લેશે. જેને ધ્યાનમાં રાખતાં નરેન્દ્ર મોદી કુંભમાં ભાગ લઇ રહ્યાં હોવાનું માનવામાં આવે છે. આ દરમિયાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદની દાવેદારી પર કોઇ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
બીજી તરફ આરએસએસના વિચારક વિશ્વ હિન્દૂ પરિષદ (વિહિપ) દ્રારા બુધવારે આયોજિત એક સમારોહમાં ભાગ લેવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિવસભર ચાલનારી આ બેઠકમાં આરએસએસ અને વિહિપના ટોચના નેતા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે નવી સમય મર્યાદા નકી કરી શકે છે.












Click it and Unblock the Notifications
