શિયાળુ સત્ર બન્યું ગરમ, લોકસભા સોમવાર સુધી સ્થગિત

rajya-sabha-session
નવી દિલ્હી, 23 નવેમ્બર: શિયાળુ સત્રના બીજા દિવસે વિપક્ષોના હંગામાના કારણે લોકસભાને સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. ભારે હંગામા અને વિપક્ષના સભ્યોની નારેબાજીના કારણે લોકસભાને સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી છે.

ગુરૂવારે સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઇ હતી અને વિપક્ષના હંગામાના કારણે સંસદના બંને સદનને શુક્રવાર સુધી સ્થગિત કરવામાં આવ્યાં હતા. બીજી તરફ લોકપાલ પર સિલેક્ટ કમેટીનો રિપોર્ટ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. શાંતારામ નાયકે આ રિપોર્ટ રજૂ કર્યો હતો.

શુક્રવારે સત્રના બીજા દિવસે રીટેલ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણના મુદ્દે તૃણમૂલ કોંગ્રેસના ભારે હંગામાના કારણે સંસદનું શિયાળુ સત્ર બીજા દિવસે ચાલી શક્યું ન હતું. શુક્રવારે સવારે સદનની કાર્યવાહી શરૂ થતાં વડાપ્રધાન મનમોહન સિંહે સદનનો પરિચય, મંત્રીમંડળના નવા ચહેરા અને હોદ્દાઓનો પરિચય કરાવ્યો હતો.

ત્યારબાદ અધ્યક્ષ મીરા કુમારે પ્રશ્નોતરીની કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ કરતાં તૃણમૂલ કોંગ્રેસના સભ્યો નરેબાજી કરતાં આસનની નજીક આવી ગયા હતા. તૃણમૂલ કોંગ્રેસ એફડીઆઇ પાછી ખેંચોના નારા લગાવ્યા હતા.

આ દરમિયાન ભાજપ અને વામદળ વગેરે રીટેલ ક્ષેત્રમાં એફડીઆઇના મુદ્દે સદનમાં ચર્ચા કરવાની માંગણી કરતાં જોવા મળ્યાં હતા. વામદળના સભ્યો આંતરરાષ્ટ્રીય કંપની વોલમાર્ટના વિરોધમાં નારેબાજી લગાવતાં અને એક પુસ્તક લહેરાવતાં જોવા મળ્યાં હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X