ઓશોની પ્રેમિકાએ કર્યો ખુલાસો, આશ્રમમાં ખુલ્લેઆમ થતું હતું સેક્સ
નવી દિલ્હી, 19 જાન્યુઆરી: પોતાના ભક્તો વચ્ચે 'ભગવાન શ્રી રજનીશ'ની ઓળખ ધરાવતા ઓશો અંગે તેમની શિષ્ય અને પ્રેમિકા માં આનંદ શીલાએ ચોકાવનારો ખુલાસો કર્યો છે. ઓશોના આશ્રમમાં 55 મિલિયન ડોલરનો ગોટાળો કર્યા બાદ જેલની સજા ભોગવનાર શીલાએ પોતાના પુસ્તક 'ડોન્ટ કિલ હિમ ! અ મેમ્બર બાઇ મા આનંદ શીલા' માં પોતાના ગુરૂ સાથે જોડાયેલી કેટલાક એવા પાસાઓ સામે મૂક્યાં છે.
શીલાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ઓશોના આશ્રમમાં અધ્યાત્મ નામે સેક્સ બજાર ચાલતું હતું. આશ્રમની શિબિરોમાં સૌથી વધુ ચર્ચા સેક્સ અંગે થતી હતી. ભગવાન ઓશો પોતાના ભક્તો કહેતાં હતાં કે સેક્સની ઇચ્છાને દબાવવી કેટલાક કષ્ટોનું કારણ છે, માટે સેક્સની ઇચ્છાને દબાવવી જોઇએ નહી. ભગવાનના ઉપદેશો પર ચાલનાર તેમના શિષ્યો કોઇપણ પ્રકારના ખચકાટ અને નૈતિક દબાણ વિના આશ્રમમાં સેક્સ માણતાં હતા. આશ્રમનો દરેક સંન્યાસી એક મહિનામાં લગભગ લોકો સાથે સેક્સ માણતો હતો.

પુસ્તકમાં જણાવ્યા અનુસાર ભગવાન ઓશો એક બિઝનેસમેન હતા. તેમના આશ્રમના દરેક ખૂણામાં આવક આવતી હતી. તેમના પ્રવચન સાંભળવવા માટે આશ્રમમાં પ્રવેશ ફી ચુકવવી પડતી હતી. આશ્રમમાં ડૉક્ટરોની એક ટીમ પણ કામ કરતી હતી જે દર્દીઓની તપાસ કરતી હતી. ડૉક્ટરી સારવારની સાથે સાથે આશ્રમમાં ખાનપાનગૃહની પણ વ્યવસ્થા હતી. આશ્રમમાં આવનાર લોકો પોતાની ઇચ્છાનુસાર જમવાનું લઇને પૈસા ચુકવતા હતા. આ ઉપરાંત આશ્રમમાં ઘણા બીજા સ્થાનો પર શુલ્ક આધારિત સેવાઓ ચલાવવામાં આવતી હતી.
માં આનંદ શીલાના જણાવ્યા અનુસાર સંન્યાસી ભગવાન ઓશોથી એટલા બધા પ્રભાવિત હતા કે પોતાની ચિંતા કર્યા વિના સેક્સ માણતાં હતા. ધીમે-ધીમે કેટલાક સંન્યાસીઓ બિમારીમાં સપડાવવા લાગ્યાં હતા. આશ્રમમાં સંન્યાસી તાવ,શરદી, ખાંસી અને ઇન્ફેકશનની સાથે સેક્સથી થતાં રોગોથી પીડાવવા લાગ્યા હતા. આશ્રમમાં ચારે તરફ ગંદકીનો માહોલ હતો. તેમછતાં ઓશો પોતાના ભક્તોને સેક્સની ઇચ્છા દબાવવા વિરૂદ્ધ ઉપદેશ આપતાં હતા, માટે આશ્રમના સંન્યાસી કોઇપણ પ્રકારની ચિંતા કર્યા વિના સેક્સ માણતાં હતા.
માં આનંદ શીલાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે 'મને એ જોઇને આશ્વર્ય થયું કે આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવા છતાં સંન્યાસી સેક્સ માટે સમય અને ઉર્જા ક્યાંથી મેળવે છે. એક દિવસ મેં એક સંન્યાસીને પૂછ્યું તો તેને જણાવ્યું કે તે દરરોજ અલગ-અલગ ત્રણ મહિનાઓ સાથે સેક્સ માણે છે. ગંદકીમાં રહેવાથી સંન્યાસીઓની હાલત વધુ ખરાબ થવા લાગી હતી અને ધીમે-ધીમે આશ્રમની હોસ્પિટલની ઉભરાવવા લાગી. આ ખુલાસા મુજબ ઓશો રોલ્સ રોયલ ગાડીઓના શોખીન હતા. તેમની પાસે લગભગ સો જેટલી રોલ્સ રોયલ ગાડીઓ હતી. તો બીજી તરફ ઓશોના સમર્થકોનું કહેવું છે કે શીલા દ્રારા ઓશો પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે, ઓશોના વિચાર એકદમ અલગ હતા તે બધુ સ્વિકાર કરતા હતા.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
