તિહાડમાં પાકિસ્તાની કેદીઓની સુરક્ષા વધારાઇ

સરબજીત સિંહ પાકિસ્તાનમાં ફાંસીની સજા મેળવનાર કેદી છે અને શુક્રવારે તેના પર લાહોરની કોટ લખપત જેલના અન્ય કેદીઓએ ઘાતક હુમલો કર્યો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. લાહોરના જિન્ના હોસ્પિટલમાં ભરતી સરબજીત સિંહ હજુ સુધી કોમા છે ડોક્ટરોએ તેમની સ્થિતી અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે.
જેલના એક વરિષ્ઠ અધિકારીએ આઇએએનએસને જણાવ્યું હતું કે જેલી અધિક્ષકને અન્ય કેદીઓ પર ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે જેથી કોઇપણ પાકિસ્તાની કેદીઓને નુકશાન ન પહોંચાડી શકે. જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર નવ ઉપ જેલોમાં 16 પાકિસ્તાની કેદી બંધ છે.












Click it and Unblock the Notifications
