દિલ્હીમાં આતંકવાદી હુમલાનું કાવતરું નિષ્ફળ, આતંકવાદીની ધરપકડ
નવી દિલ્હી, 13 ડિસેમ્બર: રાજધાની દિલ્હીમાં આતંકવાદી હુમલાનું કાવતરું નિષ્ફળ કરવાનો દાવો કર્યો છે. પોલીસે આતંકવાદી સંગઠન લશ્કરના સંદિગ્ધ આતંકવાદીની ધરપકડ કરી લીધી છે. હરિયાણાના મેવાતથી મોહંમદ સાજીદની ધરપકડ કરી લીધી છે. પોલીસે સાજીદ પાસેથી ફોન, કાગળ સહિત કેટલીક વસ્તુઓ પ્રાપ્ત કરી છે.

પોલીસ જણાવ્યા અનુસાર સાજીદ મેવાતનો જ રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર ફોન ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા હતા જેના આધાર પર તેની ધરપકડ કરવામાં આવી હતી. સાજીદે દિલ્હીમાં કેટલાક સ્થળોએ રેકી કરી હતી. આ સાથે જ એક પાકિસ્તાની નાગરિકે પણ રેકી કરી હતી.












Click it and Unblock the Notifications
