રાજીવ શુક્લાએ પાળ્યું મૌન, શું ગુમાવવી પડશે ખુરશી?

મહારાજગંજની પેટાચૂંટણીના લઇને સચિન પાયલોટ સાથે પટના પહોંચેલા રાજીવ શુક્લાને પત્રકારો દ્વારા સ્પૉટ ફિક્સિંગ અને શ્રીનિવાસનના રાજીનામા વિશે પુછવામાં આવતાં તેમને રાજીવ શુક્લાએ કહ્યું હતું કે આ અંગે તેમને જે બોલવું હતું તે ગઇકાલે બોલી ચુક્યાં છે.
તો બીજી તરફ ટેલીગ્રાફ સમાચારમાં છપાયેલા અહેવાલ મુજબ આઇપીએલ વિવાદને લઇને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રાજીવ શુક્લાથી ખૂબ નારાજ છે જેથી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે રાજીવ શુક્લાની મંત્રીની ખુરશી ગુમાવવાનો વારો આવી શકે છે.
રાહુલ ગાંધીની નારાજગી બાદ ખેલ મંત્રી જીતેન્દ્ર સિંહ અને જ્યોતિરાદિત્ય સિંઘિંયાએ બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસનના રાજીનામાની માંગણી કરી હતી. જો કે કોંગ્રેસના સૂત્રોએ નારાજગીની વાતથી મનાઇ કરી દિધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 16 મેના રોજ આઇપીએલ સ્પૉટ ફિક્સિંગ કેસમાં ત્રણ ખેલાડીઓની ધરપકડ બાદ આ કેસમાં રોજ નવા ખુલાસા આવતા રહ્યાં છે. કોંગ્રેસની પરેશાની એ છે કે રાજીવ શુક્લા આઇપીએલના ચેરમેન છે અને પાર્ટીને લાગી છે કે રાજીવ શુક્લા આઇપીએલ સાથે જોડાયેલા હોવાથી કોંગ્રેસ અને સરકારની બદનામી થઇ રહી છે.
16 મેના રોજ જ્યારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે રાજસ્થાન રોયલ્સ ટીમના ખેલાડી એસ શ્રીસંત, અંકિત ચંદીલા અને અજિત ચૌહાણની મુંબઇથી ધરપકડ કરી હતી, ત્યારથી અત્યારસુધી કેટલાય સટોડિયાની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ચેન્નઇ સુપરકિંગ્સ ટીમના સીઇઓ ગુરૂનાથ મયપ્પનનો પણ સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
