For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'અમે ઇચ્છતા હતા કે રામ સિંહને જાહેરમાં ફાંસી આપવામાં આવે'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

delhi-gang-rape
નવી દિલ્હી, 11 માર્ચ: દિલ્હી ગેંગરેપના મુખ્ય આરોપી આત્મહત્યા બાદ ગેંગરેપ પીડિતાના ભાઇએ કહ્યું હતું કે રામ સિંહને જાહેરમાં ફાંસી આપવામાં આવતી તો સારું હોત. પીડિતાના ભાઇએ રામ સિંહની આત્મહત્યા પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું છે કે અમે પહેલાંથી જ માંગણી કરી રહ્યાં હતાં કે આ કેસમાં બધા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે. અમે ઇચ્છીએ છે કે બધા આરોપીઓ મોતને ભેટે અને તેમને જાહેરમાં ફાંસી પર લટકાવવામાં આવે.

તેમને એક ન્યુઝ ચેનલ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે રામ સિંહ જાણતો હતો કે તેને આ ગુનાના અપરાધની સજારૂપે ફાંસી થવાની છે માટે તેને આત્મહત્યા કરી લીધી છે. શક્ય છે કે તે પોતાને ગુનેગાર મહેસુસ કરી રહ્યો હતો. ટ્રાયલ તો એપ્રિલમાં પુરી થઇ જશે પરંતુ રામસિંહને જાહેરમાં ફાંસી આપવી જોઇએ કારણ કે તેને જઘન્ય અપરાધ કર્યો છે.તેમને કહ્યું હતું કે બાકી બચેલા આરોપીઓ માટે સુચના આપવામાં આવે કે તે રામ સિંહની જેમ આત્મહત્યા ન કરે અને તેમને પણ ફાંસી પર લટકાવવા જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી ગેંગરેપના મુખ્ય આરોપી રામ સિંહે સોમવારે સવારે લગભગ 5 વાગે તિહાડ જેલમાં આત્મહત્યા કરી લીધી છે. રામ સિંહ તે બસનો ડ્રાઇવર હતો જેમાં દક્ષિણ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં 16 ડિસેમ્બરના રોજ એક છોકરી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો.

રામ સિંહે આ કેસમાં પહેલાં ઝડપાયો હતો. દિલ્હી ગેંગરેપમાં કુલ છ આરોપી છે, પરંતુ એક માઇનોર ઉંમરનો છે. તેનો કેસ ઝૂવેનાઇલ કોર્ટમાં ચાલી રહ્યો છે. બાકીના પાંચ આરોપી તિહાડ જેલમાં રાખવામાં આવ્યાં છે. રામ સિંહના મોત બાદ આ ઘટનાના એક કિશોર સહિત પાંચ આરોપીઓ રહ્યાં છે. આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે છે. આજે જ (સોમવારે) રામ સિંહ સહિત બધા આરોપીઓને દિલ્હી કોર્ટમાં હાજર કરવાના હતા.

English summary
The brother of the Delhi gang-rape victim said he wasn't shocked by Ram Singh's suicide and didn't blame Tihar Jail authorities. "Ram Singh has given himself a punishment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X