માંસનો ત્યાગ કરવાથી રેપના કિસ્સાઓમાં ઘટાડો થશે: અગ્નિવેશ

શાકાહારના મહત્વ પર બોલતાં તેમને કહ્યું હતું કે જાપાની વૈજ્ઞાનિકોએ તાજેતરમાં ધરતીના સૌથી ઘરડાં વ્યક્તિ પર એક સંશોધન કર્યું અને તેમને જાણવા મળ્યું કે તે શાકાહારી હતા.
તેમને કહ્યું હતું કે આ વિશ્વમાં થયેલ દરેક સંશોધન એ વાત તરફ ઇશારો કરે છે કે તે બકારાનું માંસ દરેક બિમારીઓનું મૂળ છે. સ્વામી અગ્નિવેશે કહ્યું હતું કે ગત 16 ડિસેમ્બરની રાત્રે દિલ્હીમાં ચાલુ બસે એક છોકરી સાથે આચરવામાં આવેલ સામૂહિક બળાત્કારના બધા આરોપીઓએ દારૂનું સેવન કરેલું હતું અને તાજેતરમાં જ પાંચ વર્ષની બાળકી સાથે ગુજારવામાં આવેલ બળાત્કારના આરોપીએ પણ દારૂ પીધેલો હતો.
તેમને કહ્યું હતું કે બંને કેસોમાં આરોપીઓએ દારૂ પીધો હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે દારૂના કારણે ગુનો કર્યો છે. દારૂ વ્યક્તિની નૈતિક વિચારસણીને ખતમ કરી દે છે.












Click it and Unblock the Notifications
