For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં ધોધમાર વરસાદ, 71 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે મોડી રાત્રે વરસેલા વરસાદથી ઠંકડ વધી ગઇ છે. કેટલાક સ્થાનોએ ભારે વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. થોડા-થોડા સમયે થનાર વરસાદથી દિલ્હીના તાપમાનમાં ઘટાડો નોધાયો છે. સવારે વરસેલા વરસાદથી કેટલીક સ્થળોએ વાહનવ્યવહાર પર અસર વર્તાઇ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 50 મિલીમીટર વરસાદે રેકોર્ડ બનાવ્યો છે. આ 1942 પછી ફેબ્રુઆરી મહિનામાં વરસનાર સૌથી વધુ વરસાદનો રેકોર્ડ છે. આ વરસાદે 71 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દિધો.

વરસાદના કારણે ઠંડીમાં વધારો થયો છે અને ઠેર-ઠેર પાણી ભરાતાં વાહનવ્યવહાર પર અસર વર્તાઇ હતી. આઇટીઓ, વિકાસ માર્ગ અને સાઉથ એક્સટેન્શન સહિત કેટલાક વિસ્તારોમાં વાહનવ્યવહારમાં સમસ્યા સર્જાઇ હતી. હવામાન વિભાગે દિવસે વધુ વરસાદ તથા જોરદાર પવન સાથે વાવાઝોડાની આગામી કરી છે.

delhi-rain

એંડ્રયૂ ગંજ, મહિપાલપુર, હરિ નગર, આઇઆઇટી ક્રોસિંગ થી અધચીની, યૂસૂફ સરાય, માર્કેટ, મુનીરકા ફ્લાઇઓવર, બદરપુર બોર્ડર, વજીરપુર ઔદ્યોગિક વિસ્તારો, અશોક વિહાર, લક્ષ્મીનગર અને લાલા લજપતરાય માર્ગમાં પણ કેટલીક જગ્યાએ પાણી ભરાતાં વાહનવ્યવહારમાં સમસ્યા સર્જાઇ છે.

આજનું ન્યૂનતમ તાપમાન 11.7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઉપર હતું. ગત ચોવીસ કલાકમાં અધિકત્તમ તાપમાન 19.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું હતું. મૌસમ વિભાગે આગાહી કરી છે કે આગામી થોડા દિવસો સુધી આવું વાતાવરણ બની રહેશે.

English summary
Heavy rains accompanied by thunderstorm lashed the capital since last night, breaking all previous records of single day rainfall in the last 50 years for the month of February.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X