For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કલમાડીના કહેવાથી શિલ્પા શેઠ્ઠીને આપ્યા હતા 71.73 લાખ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

shilpa-kalmadi
નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી: સુરેશ કલમાડીની ઇચ્છા પુરી કરવા માટે અભિનેત્રી શિલ્પા શેટ્ટીને કોમનવેલ્થ યૂથ ગેમ્સ 2008ના સમાપન સમારોહમાં 71.73 લાખ રૂપિયા ચુકવવામાં આવ્યા હતા. દિલ્હીની એક કોર્ટે સોમવારે કહ્યું હતું કે સુરેશ કલમાડીના દબાણ પર શિલ્પાના પ્રદર્શન માટે 30 ઓક્ટોબર 2008ના રોજ ચેક દ્રારા 71,73,950 રૂપિયા તેમના બે સહયોગીઓએ આપ્યા હતા. ગેમ્સનું આયોજન પુણેમાં થયું હતું.

આ કોર્ટ કોમનવેલ્થ ગેમ્સ સાથે સંકળાયેલા ભષ્ટ્રાચારના મુદ્દે સુનાવણી કર રહી છે. આઇપીસી અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની અલગ-અલગ કલમો હેઠળ કોમનવેલ્થ ગેમ્સ ઓર્ગેનાઇઝિંગ કમિટીના સસ્પેંડેડ પ્રેસિડેન્ટ સુરેશ કલમાડી અને અન્ય વિરૂદ્ધ સુનાવણી કરનારી કોર્ટે કહ્યું હતું કે ફરીદાબાદ સ્થિત જેમ ઇન્ટરનેશનલના પ્રમોટર પી.ડી. આર્ય અને એ.કે. મદાને શિલ્પા શેઠ્ઠીના પરર્ફોમન્સ માટે મેસર્સ વિજ ક્રાફ્ટ ઇન્ટરનેશનલ એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને 71.73 લાખ રૂપિયા આપ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોર્ટે પોતાન આદેશમાં કહ્યું હતું કે બંને આરોપી કોમનવેલ્થ યૂથ ગેમ્સ 2008 સાથે જોડાયેલ છે અને તેમને સુરેશ કલમાડીના કહેવા પર શિલ્પા શેઠ્ઠીને ચેક દ્રારા 71,73,950 રૂપિયા ચુકવ્યા હતા.

સ્પેશિયલ સીબીઆઇ જજ રવિંદર કૌરે કલમાડી ઉપરાંત ઓર્ગેનાઇઝિંગ કમિટીના મહાસચિવ લલિત ભનોટ, આર્ય. મદાન અને અન્ય વિરૂદ્ધ આપરાધિક ષડયંત્ર, દગાબાજી અને ગુનાઓના આરોપ નક્કી કરવામાં આવ્યાં હતા જેમાં વધુમાં વધુ આજીવન કારાવાસની સજા છે. આ આરોપીઓ વિરૂદ્ધ સીબીઆઇએ ગેરકાનૂની રીતે 2010ની રમતો માટે વધારે કિંમતે સ્વિસ કંપનીને ટીઆરપી સિસ્ટમનો કોન્ટ્રાક્ટ આપવાના આરોપમાં પત્ર લખ્યો છે. સરકારને આનાથી 90 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

English summary
Shilpa Shetty was paid Rs 71.73 lakh for 2008 CWG youth games ceremony at Kalmadi's wish.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X