સરકાર બનાવવા માટે AAP પ્રજાની સલાહ લેશે, નિર્ણય સોમવારે
નવી દિલ્હી, 17 ડિસેમ્બર: દિલ્હીમાં સરકાર બનાવવાને ધ્યાનમાં રાખતાં આમ આદમી પાર્ટીએ ફરી એકવાર પોતાના પત્તા મંગળવારે ન ખોલ્યા. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે પ્રેસ કોંફરન્સ કરી ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યો અને કહ્યું કે 'આપ'ના દુષ્પ્રચારના મુદ્દે કોંગ્રેસ અને ભાજપ એકસાથે આવી ગયા છે. તેમને કહ્યું હતું કે અમે રવિવાર સુધી પ્રજાનું મંતત્વ જાણીશું અને જનતાના મંતત્વ બાદ સરકાર બનાવવા અંગે નિર્ણય કરીશું. તેમને સ્પષ્ટ કરી દિધું કે સોમવારે તે આ વાત પર નિર્ણય કરશે કે સરકાર બનાવવી કે નહી.
અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં જનતાના નામે લખેલો પત્ર વાંચ્યો. પત્રમાં કેજરીવાલે પોતાની પાર્ટીનો બચાવ કરતાં કહ્યું કે તેમની પાર્ટી જવાબદારીથી ભાગી રહી નથી. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમની પાર્ટી જનતાનું મંતવ્ય જાણશે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમની પાર્ટી સરકાર બનાવે કે નહી, તેના માટે દિલ્હીના લોકો એસએમએસ, ફેસબુક, વેબસાઇટના માધ્યમથી સરકાર બનાવવાના મુદ્દે અહીં પોતાનું મંતવ્ય આપી શકે છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે રવિવાર સુધી તેમની પાર્ટી આ પ્રકારે લોકોનું મંતવ્ય જાણી લેશે. ત્યારબાદ સોમવારે સરકાર બનાવવાના મુદ્દે નિર્ણય લેશે.

અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ ગંદુ રાજકારણ રમી રહી છે. કોંગ્રેસને પણ અરવિંદે કેજરીવાલે છોડી ન હતી. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કોંગ્રેસ ચાલાક પાર્ટી છે. કોંગ્રેસ પ્રહાર કરતાં તેમને કહ્યું હતું કે સરકારને ધરાશય કરવી કોંગ્રેસના લોહીમાં છે.
અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે અમે ભાજપને પત્ર લખ્યો હતો. તેમને કહ્યું હતું કોંગ્રેસે આ મુદ્દે જવાબ આપી દિધો છે પરંતુ ભાજપે જવાબ ન આપ્યો જે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમને કહ્યું હતું કે લોકતંત્રમાં પત્રનો જવાબ આપવો જોઇએ. તેમને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી પર પાયાવિહોણા આરોપ લગાવવામાં આવી રહ્યાં છે જે એકદમ ખોટા છે. આમ આદમી પાર્ટી થોડા લોકોની પાર્ટી નથી અને પોતાની જવાબદારી સારી રીતે સમજે છે.












Click it and Unblock the Notifications
