રાહુલ ગાંધીના ઘરની બહાર સિખ સંગઠનોનું પ્રદર્શન

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી: 1984ના સિખ વિરોધી રમખાણોના સંબધમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા થોડા દિવસો પહેલાં કરવામાં આવેલી ટિપ્પણીને લઇને સિખ સંગઠનોએ સોમવારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સિખ સંગઠનના નેતાઓએ રાહુલ ગાંધીની વિરૂદ્ધ પ્રદર્શન કરતાં અમે કોંગ્રેસી નેતાઓના નામ જાણવા માટે પ્રદર્શન કરી રહ્યાં છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં 84ના રમખાણોમાં કેટલાક કોંગ્રેસી નેતાઓની ભૂમિકા બતાવવામાં આવી હતી. તે રાહુલ ગાંધીના ઘરની બહાર પોલીસે બેરિકેડિંગ કરી રાખી છે, તેમછતાં સિખ પ્રદર્શનકારી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ રાહુલ ગાંધી વિરૂદ્ધ સિખ સંગઠનોએ જોરદાર નારેબાજી કરી. સિખ સંગઠન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુંમાં આપેલા નિવેદનને લઇને નારાજ છે અને પ્રદર્શન કરી રહ્યાં છે. સિખ સંગઠનોએ માંગણી કરી છે કે રાહુલ ગાંધી જણાવે કે 1984ના રમખાણોમાં કયા કયા કોંગ્રેસી નેતાઓની ભૂમિકા હતી. સિખ સંગઠનોએ દિલ્હી સરકારની ભૂમિકા પર સવાલ ઉભા કર્યા છે. આ સંગઠનોની માંગ છે કે આ નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

sikh

પ્રદર્શનકારીઓનું કહેવું છે કે એસઆઇટી નિમવામાં આવે અને દોષીઓને સખત સજા મળે. તેમનું કહેવું છે કે કોંગ્રેસ સરકાર રહેશે ત્યાં સુધી ન્યાય મળી શકશે નહી. અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે આ વાતને સ્વિકારી હતી કે 1984ના સિખ વિરોધી રમખાણોમાં કેટલાક કોંગ્રેસી સામેલ હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ તાજેતરમાં એક ઇન્ટવ્યુંમાં કહ્યું હતું કે કોંગ્રેસના કેટલાક સભ્યો સંભવત 1984ના રમખાણોમાં સામેલ હતા જેમાં કેટલાક નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા.

English summary
Sikh groups protest outside Rahul Gandhi's residence in Delhi, ask him to name Congressmen involved in 1984 riots.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.