For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'નિર્ભયા'ને સ્ત્રી શક્તિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

nirbhaya
નવી દિલ્હી, 8 માર્ચ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે દિલ્હી સામૂહિક બળાત્કારની પીડિત છોકરીને મરણોપરંત સ્ત્રી શક્તિ પુરસ્કારથી નવાજવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રાલયને લાગે છે કે નિર્ભયાની ભાવનાને સ્ત્રી શક્તિ પુરસ્કારથી સન્માનિત કરવી જોઇએ. આ પુરસ્કાર દર વર્ષે દેશમાં અદભૂત યોગદાન આપનાર મહિલાઓને આપવામાં આવે છે. 8 માર્ચના રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નિર્ભયાના પરિવારને આ પુસ્કાર આપશે.

સુત્રોના જણાવ્યા અનુસાર 'આ પ્રકારનો વિચાર છે કે પીડિત છોકરીએ ઉલ્લેખનીય શક્તિ અને સંઘર્ષનો પરિચય આપ્યો છે. આ ઘટનાથી સમાજના એક મોટા તબક્કામાં જાગૃતતા અને સંવેદનશીલતા આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 19 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં ચાલુ બસે 23 વર્ષીય છોકરી સાથે સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેની સાથે હૈવાનિયત ભર્યો વ્યવહાર કરવામાં આવ્યો હતો. 29 ડિસેમ્બરના રોજ આ છોકરીએ સિંગાપુરની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

English summary
The December 16 Delhi gang-rape victim will be posthumously bestowed with 'Stree Shakti' award as a tribute to her courage and strength on the International Women's day today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X