સુપ્રિમ કોર્ટે મમતા બેનર્જીને નોટીસ ફટકારી

mamata-banerjee
નવી દિલ્હી, 19 ઑક્ટોબર: સારવારમાં બેદરકારી દાખવવાના કેસમાં કલકત્તા મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સુકુમાર મુખર્જીને મમતા બેનર્જી દ્રારા મુખ્ય સલાહકાર બનાવવાના મુદ્દે સુપ્રિમ કોર્ટે શુક્રવારે નોટીસ ફટકારી છે.

શુક્રવારે ન્યાયાધીશ આરએમ લોઢા અને ન્યાયાધીશ અનીલ આર ડાવેની પીઠે જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ડૉ. મુખર્જીની પસંદગીને પડકારતાં ડૉ. કૃણાલ સાહાએ 2009માં તેમની પત્નીની સારવારમાં બેદકરારી દાખવવા બદલ અને મોત માટે જવાબદાર ગણાવ્યાં છે. કોર્ટે વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે દોષી ડૉક્ટર રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સલાહકાર કેવી રીતે બનાવી શકે. આ કોર્ટના તિરસ્કારનો મુદ્દો ગણાવ્યો છે.

ગત એપ્રિલમાં મમતા બેનર્જીએ ડૉ. મુખર્જીની પ્રશંસા કરી હતી અને તેમના અનુભવનો લાભ લેવાની વાત કરી હતી. ત્યારબાદ 12 જૂલાઇના રોજ સરકાર તરફથી તેમને મુખ્ય સચિવ સલાહકારના હોદ્દા માટે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. ડૉ. મુખર્જીની નજર હેઠળ ડૉ. સાહાની પત્ની અનુરાધા સારવાર દરમિયાન થયેલા મૃત્યુંને સુપ્રિમ કોર્ટે ભારે બેદકારી ગણાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X