For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિંદેએ મારી ગુલાટી, આતંકવાદનો કોઇ રંગ હોતો નથી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

shushil-kumar-shinde
નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: હિન્દુ આતંકવાદને લઇને ભાજપ અને સંઘ પરિવાર પર નિશાન સાંધતાં કેન્દ્રિય ગૃહ મંત્રી સુશિલ કુમાર શિંદેએ બુધવારે કહ્યું હતું કે તે કોંગ્રેસ પાર્ટીના આ વલણને પૂર્ણરીતે સમર્થન કરે છે કે આતંકવાદનો કોઇ રંગ હોતો નથી. આમ કહીને સુશિલ કુમાર શિંદે પોતાના જુના નિવેદન 'હિન્દુ આતંકવાદ' ને ફેરવી તોળ્યું હતું.

જયપુરમાં ગત મહિને કોંગ્રેસની ચિંતન શિબિર દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણી વિશે પૂછવામાં આવતાં સુશિલ કુમાર શિંદેએ સંવાદદાતાઓને કહ્યું હતું કે આતંકવાદનો કોઇ રંગ હોતો નથી. તેમને કહ્યું હતું કે મહાસચિવ જનાર્દન ત્રિવેદીની 22 જાન્યુઆરીએ ટિપ્પણી બાદ મેં કહ્યું છે મારા વિચાર એ છે, જે પાર્ટીના છે. હિન્દુ આતંકવાદ પર ભાજપ અને સંઘ પરિવારે સુશિલ કુમાર શિંદેને નિશાન બનાવી રાખ્યાં છે. દ્રિવેદીએ કહ્યું હતું કે આતંકવાદને કોઇ ધર્મ સાથે જોડવો ન જોઇએ.

સુશિલ કુમાર શિંદેએ કહ્યું હતું કે કોંગ્રેસ આતંકવાદ અને કોઇ ધર્મ વચ્ચે કોઇ સંબંધ દર્શાવતી નથી. પાર્ટી પહેલાં પણ સ્પષ્ટ કરી ચૂકી છે કે આતંકવાદનો ના તો કોઇ ધર્મ હોય છે ના તો કોઇ રંગ હોય છે. કોંગ્રેસ ભગવો આતંક એટલે કે હિન્દુ આતંક જેવા શબ્દોનો ક્યારેય પ્રયોગ કરતી નથી. સુશિલ કુમાર શિંદેના આતંકને લઇને આપેલા નિવેદનને લઇને ભાજપનો આરોપ છે કે તે સરકારની નિષ્ફળતાઓથી ધ્યાન હટાવવા માટે આમ કરી રહ્યાં છે. ભાજપે કહ્યું છે કે કોંગ્રેસે આ અપમાનનું નુકસાન સંસદની અંદર અને બહાર ચુકવવું પડશે.

પાર્ટીએ કહ્યું હતું કે સંસદના આગામી બજેટ સત્રમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે. સુશિલ કુમાર શિંદે બહિષ્કાર અંગે પણ ગંભીરતા પૂર્વક વિચાર કરવામાં આવી રહ્યો છે. જયપુરમાં સુશિલ કુમાર શિંદેએ કહ્યું હતું કે અમારી પાસે તપાસ રિપોર્ટ છે કે છે આરએસએસ હોય કે પછી ભાજપ તેમના તાલીમ શિબિર હિન્દુ આતંકવાદને પ્રોત્સાહિત કરી રહ્યાં છે. અમે આ બધા પર નજર રાખી રહ્યાં છીએ.

સુશિલ કુમાર શિંદેના સૂત્રોએ જણાવ્યું હતું કે ગૃહમંત્રીના હિન્દુ આતંકવાદ શબ્દનો ઉપયોગ કરવાનો કોઇ ઇરાદો ન હતો, પરંતુ ક્યારેક-ક્યારેક આવું થઇ જાય છે કે અજાણતાં મોંઢામાંથી કેટલાક શબ્દો નિકળી જતાં હોય છે.

English summary
Facing flak from BJP and Sangh Parivar over his controversial Hindu terror remarks, Sushilkumar Shinde said he fully endorses Congress party's stand that there was no colour to terrorism.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X