TMCના અવિશ્વાસના પ્રસ્તાવનો વિરોધ કરશે CPM

prakash-karat
નવી દિલ્હી, 20 નવેમ્બર: તૃણમૂલ કોંગ્રેસ તરફ લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવને સમર્થન કરવાની અપીલને નકારી કાઢતાં માકપાએ કહ્યું હતું કે આ પ્રકારના પગલાં સરકારને પોતાની ખોટી નિતીઓ ઢાંકવામાં મદદરૂપ સાબિત થશે.

માકપા મહાસચિવ પ્રકાશ કરાતે કહ્યું હતું કે લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ સરકારને પોતાના ખોટા પગલાંને સંતાડવામાં મદદરૂપ કરશે અને તે સંસદીય જનાદેશનો દાવો કરશે કારણ કે તેમની પાસે આ પ્રકારના પ્રસ્તાવને નકારવા માટે પર્યાપ્ત સંખ્યાબળ છે. તેમને કહ્યું હતું કે વામ નેતા વિપક્ષી પાર્ટીઓ સાથે ચર્ચા કરશે. આ પ્રકારનો પ્રસ્તાવન રજૂ ન કરવા માટે તેમની સાથે ચર્ચા કરશે પરંતુ તમામ મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે કોઇ યોગ્ય પગલાં ભરવા માટે કહેશે.

પ્રકાશ કરાતે કહ્યું હતું કે મને આશા છે કે સરકારને ઘેરવા માટે વિપક્ષ વચ્ચે સમજ બનશે. પાર્ટીના વરિષ્ઠ નેતા સીતારામ યેચુરીએ પણ કહ્યું હતું કે જો અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવે છે તો અમે ઇચ્છીશું કે તે સફળ થાય. નહીતર સરકાર પોતાના બાકીના કાર્યકાળ માટે પોતાની બધી જન વિરોધી નિતીઓ માટે તેને મંજૂરી તરીકે સ્વિકારીશું. અમે સરકારને આ પ્રકારનું પ્રમાણપત્ર આપવા માંગતા નથી.

અવિશ્વાસના પ્રસ્તાવને મંજૂર કરવાની વાત કરતાં સીતારામ યેચુરીએ કહ્યું હતું કે મલ્ટી બ્રાંડ છુટક વેચાણમાં એફડીઆઇને પરવાનગી આપવાના સરકારના નિર્ણય વિરૂદ્ધ વામ પ્રાયોજિત મતદાનના જોગવાઇવાળા પ્રસ્તાવને સરકારના પગલાંને નિષ્ફળ કરવા માટે વધારે સારી રણનિતી હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X