For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારને મળી શકે છે પછાત રાજ્યનો દરજ્જો !!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 માર્ચ: બિહારને કેન્દ્ર સરકાર પછાત રાજ્યનો દરજ્જો આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલય તેની તૈયારી કરી રહી છે. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા માટે નિતિશ કુમાર કેટલાક દિવસોથી અભિયાન ચલાવી રહ્યાં છે. જો બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે કે જરૂર કહેવું પડશે કે નિતિશ કુમારનું અભિયાન ફળી આવ્યું.

આ પહેલાં નરેન્દ્ર મોદીને લઇને ભાજપની નિતીથી નિતિશ કુમારની નારાજગીને જોતાં કોંગ્રેસની નજરો બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર મંડરાયેલી હતી. કોંગ્રેસે તાજેતરમાં કહ્યું છે કે બિહારને મદદ કરવા માટે કોઇ પણ અનુરોધ પર સરકાર સહાનુભૂતિપૂર્વક વિચાર કરશે. નિતિશ કુમારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેમના શાસનમાં બિહારમાં વૃદ્ધિ દરના મુદ્દે નરેન્દ્ર મોદીના ગુજરાત કરતાં આગળ છે.

nitish-kumar

જો કે કોંગ્રેસે કહ્યું હતું કે આ મુદ્દે કોઇ રાજકારણ રમાવવું ન જોઇએ. પાર્ટી પ્રવક્તા રશિદ અલ્વીએ નિતિશ કુમારને યાદ અપાવ્યું હતું કે યુપીએ સરકારે બિહારને એનડીએ શાસનના મુકાબલે બે ગુણી ફાળવણી કરી છે અને રાજ્યનો પુરો ખ્યાલ રાખ્યો છે. બિહારને કેટલાક કોંગ્રેસ શાસિત રાજ્યની તુલનામાં ઘણી વધારે ફાળવણી કરી છે.

રશિદ અલ્વી કહી ચુક્યાં છે કે કોંગ્રેસ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણીને ન્યાયક્ષમ્ય માનતી નથી, રશિદ અલ્વીએ કહ્યું હતું કે આર્થિક આંકડા તો આનો સંકેત છે. તેમને કહ્યું હતું કે તમે કોઇ રાજ્યને પછાત કઇ રીતે કહી શકો જ્યારે તેનો આર્થિક વિકાસ દર આટલો બધો વધારે હોય. કોંગ્રેસ પ્રવક્તાએ આ વાત ખોટી ગણાવતાં કહ્યું હતું આ મુદ્દે સરકાર અને પાર્ટીના વિચારોમાં ભિન્નતા છે.

આ દરમિયાન કેન્દ્રમાં રાજકીય હલચલ તેજ થયા બાદ સમાચારો મળ્યા છે કે જેડીયું પ્રમુખ અને એનડીએના સંયોજક શરદ યાદવે કોંગ્રેસના રણનિતિકાર તરીકે ઓળખાતા અહેમદ પટેલ સાથે મુલાકાત કરી હતી, જો કે શરદ યાદવે એવા સમાચારોને પાયા વિહોણા અને ખોટા ગણાવ્યાં છે.

શરદ યાદવ દ્રારા વધુ એક લેખિત નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે બુધવારે શ્રીલંકાના મુદ્દે સંસદીય કાર્ય મંત્રી કમલનાથે તેમનો પક્ષ જાણવા માટે તેમને બોલાવ્યા હત, જ્યાં પહેલાંથી જ રાજીવ શુક્લા અને અહેમદ પટેલ બેસેલા હતા. મને અભિવાદન કર્યા બાદ તે બંને ત્યાંથી નિકળી ગયા હતા.

બિહારમાં જેડીયું અને ભાજપની સંયુક્ત સરકાર ચાલે છે તેમ છતાં બંનેના સંબંધો એટલા મજબૂત નથી. કોંગ્રેસ પણ નિતિશ કુમારના બિહારને વિશેષ રાજ્યના બહાને તેના પર નજરો માંડીને બેસી છે. લોકસભામાં જેડીયું પાસે 20 સાંસદ છે. યુપીએ સરકારમાંથી ડીએમકે દ્રારા સમર્થન પાછું ખેંચી લીધા બાદ કેન્દ્ર સરકાર ઉપર અવિશ્વાસના પ્રસ્તાવનો ખતરો મંડરાઇ રહ્યો છે. આમ તો કહેવામાં આવે છે કે રાજકારણમાં કોઇ દુશ્મન હોતું નથી.

English summary
The Centre will shortly change the criteria for evaluating a state's claim to be "backward", meeting the demand of Nitish Kumar for special status well before the 2014 LokSabha polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X