For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ મોદીને PM પદ માટે પ્રોજેક્ટ કરશે, ટૂંક સમયમાં થશે જાહેરાત !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી: 2014ની ચૂંટણીને લઇને ભાજપે સૌથી મોટી નિર્ણય લેવાના સંકેત આપ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીએ નિર્ણય કરી લીધો છે કે નરેન્દ્ર મોદી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. ભાજપ આ અંગે જલદી જાહેરાત કરશે. માનવામાં આવે છે કે પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં રાજનાથ સિંહે આ વાતની જાહેરાત કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશના ઘણા જાણીતા ઉદ્યોગપતિ ઘણીવાર સાર્વજનિક રીતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાની પોતાની ઇચ્છાને વ્યક્ત કરી ચૂક્યાં છે. હવે દેશનો સંત સમાજ અલ્હાબાદમાં ચાલી રહેલા મહાકુંભમાં નરેન્દ્ર મોદી માટે બેટીંગ કરશે. વીએચપીને સમર્થન કરનાર સંત 7 ફેબ્રુઆરીના રોજ સંત સંમેલનમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે લોબિંગ કરતા જોવા મળશે.

rajnath-modi

સંતોના આ સમૂહને લાગે છે કે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ સંભવ છે. સંતો સાથે ચર્ચા કર્યા બાદ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ 6 ફેબ્રુઆરીએ અલ્હાબાદ પહોંચશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ દિવસે વિશ્વ હિન્દુ પરિષદની કેન્દ્રિય માર્ગદર્શક મંડળની બેઠક યોજાશે.

મહાકુંભમાં થનારી સંતસભાઓમાં ધર્મ ઉપરાંત દેશની દિશા અને રાજનિતી પર પણ ચર્ચા થશે. આ સભાઓમાં આ વખતે નરેન્દ્ર મોદીના પક્ષમાં વાતાવરણ ઉભું કરવાની યોજના છે. જો કુંભમાં નરેન્દ્ર મોદીના નામ પર સહમતિ બને છે તો ભાજપની આ મહિને થનારી કાર્યકારિણીની બેઠકમાં નરેન્દ્ર મોદીના નામ પર પ્રસ્તાવ લાવવાનું દબાણ વધારવામાં આવશે.

જો કે પાર્ટીની કોર ગ્રુપની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઇ ચુકી છે પરંતુ હજુ સુધી નિર્ણય લેવાયો નથી. પાર્ટી નરેન્દ્ર મોદીને લઇને અસમજંસની સ્થિતીમાં છે. તેને લાગે છે કે નરેન્દ્ર મોદીને ચુંટણી પહેલાં વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાથી જેડી(યૂ) તેની સાથે છેડો ફાડી નાખશે. બીજી તરફ નરેન્દ્ર મોદીના સમર્થકોનું તર્ક છે કે નરેન્દ્ર મોદીને જો વડાપ્રધાન પદના દાવેદાર માટે આગળ કરવામાં આવે તો ભાજપ ફરીથી સત્તામાં આવી શકે છે.

7 ફેબ્રુઆરીએ યોજાનારી ધર્મ સંસદ અને સંત મહાસંમેલનમાં રામ નિર્માણને લઇને મોટી જાહેરાતો થવાની સંભાવના છે. વીએચપીના સંરક્ષક અશોક સિંઘલે શુક્રવારે અલહાબાદમાં કહ્યું હતું કે 'શ્રીરામ જન્મભૂમિનો નિર્ણય કોર્ટમાં લાંબો ખેંચાય શકે છે. દેશના સંતો હવે લાંબા સમય માટે રાહ જોઇ શકે તેમ નથી. તે ભગવાન રામને કપડાંથી મુક્ત કરવાનુ મન બનાવી ચુક્યા છે, માટે આ નિર્ણય કોર્ટમાં નહી પરંતુ ભારતીય સંસદમાં થવો જોઇએ.' તેમને કહ્યું હતું કે સંત અને હિન્દુ શ્રીરામ જન્મસ્થળના વિસ્તારમાં આવનારી 70 એકર જમીનની વહેંચણી કરવાના મૂડમાં નથી.

અશોક સિંઘલે કહ્યું હતું કે 'શ્રીરામના મંદિર માટે વીએચપી 1992થી મોટું આંદોલન કરશે જે અંગેનો નિર્ણય 7 ફેબુઆરીના રોજ થનારી ધર્મ સંસદમાં લેવામાં આવશે. તેમને કહ્યું હતું કે વીએચપીનો દરેક ઐતિહાસિક નિર્ણય કુંભમેળામાં થયો છે. રામ મંદિર આંદોલન અને શિલા પૂજનની શરૂઆત પણ 1989માં કુંભમાં થઇ હતી. હવે રામ મંદિરને અહીંથી આરપારની લડાઇ લડવામાં આવશે.

English summary
We need a Hindutvavadi Parliament And Narendra Modi is Real Hindu said said VHP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X