WhatsAppના એક મેસેજે સરકારના ઉડાવી દિધા હોશ

નવી દિલ્હી, 19 ડિસેમ્બર: સોશિયલ મીડિયા જો મદદ કરી શકે છે તો મુશ્કેલીઓ પણ વધારી શકે છે, આ વાત સરકારને ગુરૂવારે ખબર પડી. તે દિવસે વોટ્સ એપ પર એક મેસેજ ફેલાવવા લાગ્યો. આ મેસેજ હતો કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિવૃતિની ઉંમર 60થી ઘટાડીને 58 કરવામાં આવી રહી છે. આ મેસેજ આગની માફક ફેલાવવા લાગ્યો અને કર્મચારીઓ, અધિકારીઓ સાવધાન થઇ ગયા.

તેમાં કાર્મિક મંત્રાલયન સંસદમાં આપવામાં આવેલા એક જવાબનો ઉલ્લેખ હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર ફેબ્રુઆરી-માર્ચમાં એક ખરડો લાવશે જેથી નિવૃતિની ઉંમર ઘટીને 58 વર્ષની કરી દેવામાં આવશે. આ બાબતે એટલી ચર્ચા થઇ કે સરકારને સંસદમાં જવાબ આપવો પડ્યો કે આ ખોટી વાત છે. ગુરૂવારે બપોરે વેંકૈયા નાયડૂએ સંસદમાં કહ્યું કે એવો કોઇ વિચાર નથી. તેમણે સરકાર દ્વારા સ્પષ્ટીકરણ ટ્વિટ પણ કર્યું. તેમના બાદ કાર્મિક રાજ્ય મંત્રી જિતેંદ્ર સિંહે પણ તેનું ખંડન કર્યું. તેમણે પણ સંસદમાં કહ્યું કે નિવૃતિની ઉંમર ઘટાડવાનો કોઇ ઇરાદો નથી.

whats-app

દૂરદર્શન પર તેને બતાવવામાં આવ્યું અને સાંજે પ્રેસ ઇંફોર્મેશન બ્યૂરોએ પણ તેનું ખંડન કરતાં રિલીઝ મોકલી. સરકારે સ્પષ્ટ મનાઇ કરી દિધી કે આવો કોઇ વિચાર ન્થી. હવે સરકાર શોધી રહી છે કે મેસેજ મોકલવાની શરૂઆત ક્યાંથી થઇ છે. તે તપાસ કરવવા જઇ રહી છે કે કયા વ્યક્તિએ સૌથી પહેલાં મેસેજ મોકલ્યો હતો. આ સમાચાર એટલા ઝડપથી ફેલાઇ ગયા કે ટીવી ચેનલોએ પણ તેને પ્રસારિત કરી દિધા હતા. સરકાર કહે રહી છે કે આ તેને બદનામ કરવા માટે જાણી જોઇને મેસેજ મોકલવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X