દિલ્હી: ચાલુ કારમાં મહિલા સાથે ગેંગરેપ, FIR દાખલ

મહિલાની ફરિયાદ પર મંડાવલી પોલીસે ગેંગરેપનો કેસ દાખલ કર્યો છે. પોલીસે આરોપીઓને પકડવામાં પોલીસની બે ટીમો બનાવી દિધી છે. 35 વર્ષીય મહિલાનો આરોપ છે કે તે રવિવારે સવારે લગભગ ન વાગે અક્ષરધામ મેટ્રો સ્ટેશનની બહાર ઉભી હતી ત્યારે એક સફેદ રંગની કાર આવીને ત્યાં ઉભી રહી. મહિલાને કહ્યું કે કારમાં એક મહિલા સહિત ચાર લોકો સવાર હતા.
કારમાં સવાર લોકોએ તેને લિફ્ટ આપવાની વાત કરી. કારમાં સવારી કર્યા બાદ ચાર લોકોએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો, ત્યારબાદ આરોપીએ તેને પ્રગતિ મેદાન નજીક ભૈરવ સિંહ રોડ પાસે ફેંકી દિધી હતી. પોલીસનું કહેવું છે કે તેમને આરોપીને પકડવા માટે બે ટીમ બનાવી છે અને તે જલદી જ આરોપીઓને ઝડપી પાડશે.












Click it and Unblock the Notifications
