For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 9 લોકોના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ચેન્નઇ, 2 નવેમ્બર: દિવાળીના એક દિવસ પહેલાં જ તમિલનાડુની એકની એક ફડાકડાની ફેક્ટરી મોતની ફેક્ટરી બની ગઇ. તમિલનાડુમાં આગ અને વિસ્ફોટની અલગ-અલગ ઘટનાઓમાં નવ લોકોના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે જ્યારે કરોડો રૂપિયાના ઉપકરણોને નુકસાન પહોંચ્યું છે.

અહીથી લગભગ 340 કિલોમીટર દૂર તંજાવુર જિલ્લામાં કુંભકોણમ નજીક આવેલા ઘનલક્ષ્મી ફટાકડાની ફેક્ટરીમાં શુક્રવારે વિસ્ફોટ થવાથી નવ લોકોના મોત નિપજ્યાં છે અને ચાર અન્ય લોકોને ઇજા પહોંચી છે. મૃત્યું પામેલા લોકોમાં છ પુરૂષો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. સરકારી પ્રેસમાં આગ લાગવાથી ભારે નુકસાન થયું છે.

તંજાવુરના કલેક્ટર એન સુબ્બૈયને આઇએએનએસને ફોન પર જણાવ્યું હતું કે 'દુર્ઘટના બપોર બાદ 2.30 વાગ્યાની આસપાસ આ ઘટના સર્જાઇ હતી. પાંચ લોકોના મોત ઘટનાસ્થળ પર જ થયા હતા અને ચાર લોકોએ હોસ્પિટલ જતાં રસ્તામાં જ અંતિમ શ્વાસ લીધા હતા. ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે તેમની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.

factory-fire

તેમને કહ્યું હતું કે આ દુર્ઘટના લાયસન્સ ધરાવતી ફટાકડાની ફેક્ટરી ધનલક્ષ્મી ફાયર વર્ક્સમાં સર્જાઇ હતી અને દુર્ઘટનાના કારણોની તપાસ કરાવવામાં આવશે. સુબ્બૈયનના અનુસાર દુર્ઘટના બાદ જ આગ લાગી હતી. અહી લગભગ 510 કિલોમીટર દૂર રાજ્યના વિરૂધનગર જિલ્લામાં સ્થિત શિવકાશી દેશમાં સૌથી જૂના અને સૌથી મોટા ફટાકડા નિર્માણ કેન્દ્ર છે. દેશના લગભગ 90 ટકા ફટાકડા અહીં જ બને છે. આ ઉપરાંત 80 ટકા માચિસ પણ બને છે.

આ ઉદ્યોગ માટે ઓછો વરસાદ અને શુષ્ક વાતાવરણ અનુકૂળ છે. શિવકાશીમા6 આ ઉદ્યોગનું વાર્ષિક ટનઓવર 2000 કરોડ રૂપિયા પણ વધારે છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં ફટાકડાના નાનામોટા એકમો છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર ગત 13 વર્ષો દરમિયાન ફટાકડાની ફેક્ટરીઓમાં આગ લાગવાથી લગભગ 250 લોકોના મોત નિપજી ચૂક્યાં છે. શિવકાશીના ઓમ શક્તિ ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થવાથી ગત વર્ષે 50 લોકોના મોત નિપજ્યાં હતા.

English summary
At least nine people, including 3 women, were charred to death and 4 others sustained injuries when a fire broke out at a cracker unit in Vozhukucherri taluk near Kumbakonam, Tamil Nadu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X