Rajkot municipal corporation results 2021: ભાજપની ઝોળીમાં પડી 48 સીટ, કોંગ્રેસનું ખાતુ પણ ન ખુલ્યુ
ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મત ગણતરી કોરોના માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખી ચાલુ છે. કડક સુરક્ષા વચ્ચે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મતગણતરી યોજાઇ રહી છે. પ્રારંભિક વલણોમાં, ભાજપ બધે જ આગળ છે. રાજકોટની વાત કરીએ તો ભાજપે અત્યાર સુધીમાં 48 બેઠકો પર કબજો કર્યો છે, જ્યારે કોંગ્રેસે હજી સુધી તેનુ ખાતુ પણ ખોલ્યું નથી. રાજકોટની એ.વી.પી.ટી. કોલેજમાં મતગણતરી કરવામાં આવી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે, રાજકોટમાં 18 વોર્ડની 72 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી.
રવિવારે અમદાવાદ સહિત 6 મહાનગર પાલિકામાં મતદાન યોજાયું હતું. જેમાં રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરનો સમાવેશ થાય છે. અત્યાર સુધીની ગણતરી મુજબ, તમામ છ કોર્પોરેશનોમાંથી કુલ 576 માંથી 68 બેઠકોના વલણો આવ્યા છે.
હાલમાં ગુજરાતમાં ભાજપની સરકાર છે, તેથી આ ચૂંટણીને 2022 ની વિધાનસભા ચૂંટણીના સેમિ ફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. મતોની ગણતરી પૂર્વે સીએમ વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું હતું કે 'અમને વિશ્વાસ છે કે ભાજપ મહાપાલિકાની ચૂંટણી જીતશે, પરિણામો ભાજપ દ્વારા સુશાસનની પારદર્શિતાની ઝલક જોવા મળશે.'
ચૂંટણી પંચમાં અમદાવાદમાં42.5 ટકા અને જામનગરમાં 53.4 ટકા મતદાન થયું હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત રાજકોટમાં 50.7 ટકા, ભાવનગરમાં 49.5 ટકા, વડોદરામાં 47.8 ટકા અને સુરતમાં 47.1 ટકા મતદાન થયું હતું, જે મુજબ અમદાવાદમાં સૌથી ઓછું મતદાન થયું હતું.
Jamnagar MNC Result 2021 Live: જામનગર મનપામાં ભાજપને બહુમત