For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત: CM રૂપાણીએ એમેઝોનના પ્રથમ ડિજિટલ સેન્ટરનો કરાવ્યો પ્રારંભ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમેઝોનના સુરતમાં પ્રથમ ડિજિટલ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સીએમ રૂપાણીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ એક બજાર છે. આ વિશ્વ બજારનો નાના મોટા સૌ વેપાર ઉદ્યોગોને વ્યાપક લાભ મળે તે માટ

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમેઝોનના સુરતમાં પ્રથમ ડિજિટલ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સીએમ રૂપાણીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ એક બજાર છે. આ વિશ્વ બજારનો નાના મોટા સૌ વેપાર ઉદ્યોગોને વ્યાપક લાભ મળે તે માટે ખાસ કરીને MSME ઉદ્યોગો, હસ્તકલા કારીગીરી,આદિજાતિઓની પારંપરિક હસ્તકલા ચીજ વસ્તુઓ અને ઝરિકામ જેવા ઉદ્યોગો વેપાર માટે ઓન લાઈન બિઝનેસ, ટ્રેડિંગની તાલીમ માર્ગદર્શન અને સંસાધન સહાયતામાં એમેઝોનનું આ ડિજિટલ કેન્દ્ર નવિન તકો ખોલનારું બનશે.

Vijay Rupani

કોરોનાના આ કપરા સમયે આર્થિક ગતિવિધિઓને અસર પહોંચાડી છે. પરંતુ ગુજરાત અને ગુજરાતીઓમાં વેપાર વણજ ,સાહસિકતા અને આપત્તિ ને અવસરમાં પલટાવવાની આગવી કુનેહ પડેલી છે. ગુજરાતમાં આ કપરા સમય માં પણ ઉદ્યોગ વેપાર અને આર્થિક પ્રવૃત્તિ અટક્યા નથી.હવે એમેઝોન જેવા વર્લ્ડ ક્લાસ ઓન લાઇન બિઝનેસ સાહસ ના આ ડિજિટલ કેન્દ્ર શરૂ થવાથી સુરતના 41 હજાર જેટલા MSME ને પોતાના ઉદ્યોગો ને વિશ્વ બજારમાં વેચાણ માટે ઇ કોમર્સ તાલીમ, માર્ગદર્શન અને સંસાધન બધું જ એક જ છત્ર અંડર વન રૂફ મળશે.

English summary
Gujarat: CM Rupani launches Amazon's first digital center
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X