For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોબાઈલમાં ગેમ રમવા બાબતે 11 વર્ષના બાળકની હત્યા

પોલીસે જણાવ્યા મુજબ અમને ધોરણ 6માં ભણતા આકાશ તિવારીની હત્યા કરી. મોબાઈલમાં ગેમ રમવા બાબતે ઝઘડો થતાં આરોપીએ બાળકને મોતને ઘાટ ઉતાર્યો. પોલીસને પહેલા તેના અપહરણની આશંકા હતી

|
Google Oneindia Gujarati News

સુરતઃ મંગળવારની આ ઘટના છે જ્યારે 11 વર્ષના બાળકે પોતાના મિત્રના મોબાઈલમાં ગેમ રમવાની જબરી કિંમત ચૂકવી. સામાન્ય એવા ઝઘડામાં પાંડેસરા વિસ્તારમાં પોતાના મિત્રની હત્યા કરનાર મૂળ ઉત્તર પ્રદેશ 19 વર્ષીય અમન શિવહારેની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે આરોપી એક કેમિકલ કંપનીમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો અને 10 દિવસ પહેલા જ પોતાની નોકરી ગુમાવી હતી.

પોલીસે જણાવ્યા મુજબ અમને ધોરણ 6માં ભણતા આકાશ તિવારીની હત્યા કરી. મોબાઈલમાં ગેમ રમવા બાબતે ઝઘડો થતાં આરોપીએ બાળકને મોતને ઘાટ ઉતાર્યો. પોલીસને પહેલા તેના અપહરણની આશંકા હતી, આ મામલે તપાસ કરતી વખતે પોલીસને આકાશનો મૃતદેહ મળી આવ્યો હતો.

મોબાઈલ ગેમ રમવા બાબતે ઝઘડો

મોબાઈલ ગેમ રમવા બાબતે ઝઘડો

તપાસમાં જાણવા મળ્યું કે આકાશ મંગળવારે બપોરે પોતાના ઘરે કોઈને જણાવ્યા વિના શિવહારેના જીવનદીપ સોસાયટીમાં શિવહારેના રૂમે ગયો હતો. આકાશ શિવહારેનો પાડોસી હતો પરંતુ મહિના પહેલા જ તેનો પરિવાર જીવનદીપ સોસાયટીથી 100 મીટર દૂર આવેલ હીરા નગરમાં સ્થળાંતરિત થયા હતા. શિવહારેના મોબઈલ પર આકાશ સતત ગેમ રમતો હતો અને આ મામલે બંને વચ્ચે વારંવાર ઝઘડો પણ થતો હતો.

પલીસે કાર્યવાહી હાથ ધરી

પલીસે કાર્યવાહી હાથ ધરી

એ દિવસે પણ શિવહારેએ વારંવાર ના પાડી હોવા છતાં આકાશ તેના મોબાઈલમાં ગેમ રમતો રહ્યો જેનાથી ગુસ્સે થઈ શિવહારેએ આકાશ પર હુમલો કરી દીધો અને બાદમાં તેના મૃતદેહને શાલમાં લપેટી દીધો. બાદમાં તેણે બાળકના મૃતદેહને પોતાના બિસ્તર નીચે છૂપાવી દીધો. અપરાધ સમયે પોતાનો રૂમમેટ કામથી બહાર ગયો હોવાથી તે રૂમમાં શિવહારે એકલો જ હતો.

આખો દિવસ થઈ ગયો છતાં આકાશ ઘરે ના પહોંચ્યો, તેનો પરિવારે તેની શોધખોળ શરૂ કર દીધી. છતાં આકાશ ના મળતાં સિક્યોરિટી એજન્સીમાં કામ કરતા આકાશના પપ્પા સંતોશભાઈએ પાંડેસરા પોલીસ સ્ટેશને અપહરણની ફરિયાદ નોંધાવી.

બાળકને શોધવાનો આરોપીએ પણ ઢોંગ કર્યો હતો

બાળકને શોધવાનો આરોપીએ પણ ઢોંગ કર્યો હતો

દરમિયાન શિવહારેનો રૂમમેટ નોકરી પરથી પરત ફર્યો અને રાત્રીનું ભોજન લીધા બાદ જ્યારે ઊંઘવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેની શાલ ના મળતાં તેણે રૂમમાં શોધખોળ શરૂ કરી અને શિવહારેના બિસ્તર નીચેથી તેને આકાશનો મૃતદેહ મળ્યો. આકાશના પરિજનો છોકરાને શોધી રહ્યા હોવાનું જાણતો હોવાથી તેણે તરત જ આકાશના પરિજનોને અને પોલીસને આ મામલે જાણ કરી.

પોલીસ અધિકારીએ કહ્યું કે, 'એ સાંજે શિવહારે પણ આકાશને શોધવામાં તેના પરિવારની મદદ કરી રહ્યો હતો. તેણે બાદમાં મૃતદેહ નષ્ટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. કોવિડ 19 ટેસ્ટ કરાવ્યા બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે.' શિવહારે પોતાનો ગુનો નહોતો કબૂલી રહ્યો અને આખરે તે ટૂટી ગયો અને બાળકની હત્યા કરી હોવાનું કબૂલી લીધું.

ગુજરાતમા મૃત્યુદર 3.3%, કોરોના વાયરસના કુલ કેસ 90 હજારને પારગુજરાતમા મૃત્યુદર 3.3%, કોરોના વાયરસના કુલ કેસ 90 હજારને પાર

English summary
surat: 11 year boy killed over mobile game, killer lost his job just 10 days ago
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X