યુવાનોના ફેવરિટ રિવરફ્રન્ટ પર વીએચપીના કાર્યકરો ત્રાટક્યા

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

આજે સમગ્ર ભારત અને વિશ્વમાં વેલેન્ટાઇન્સ ડે ઉજવાઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ યુવાધન આજના દિવસે ઘેલું બન્યુ છે અને આજે યુવાનો પોતાના સમવન સ્પેશ્યલ સાથે તથા મિત્રોના ગ્રુપ સાથે અમદાવાદના પ્રખ્યાત સ્થલ રિવરફ્રન્ટ ખાતે પહોંચી ગયા હતા અને વહેલી સવારથી આખાય રિવરફ્રન્ટ પર યુવાનોના ઝૂંડ જોવા મળી રહ્યા હતા. જોકે પાશ્ચાત્ય સંસ્કૃતિના આ દિવસનો વિરોધ કરવા રિવરફ્રન્ટ ખાતે વીએચપીના કાર્યકરો પહોંચ્યા હતા અને તેમણે વેલેન્ટાઇન્સ ડે નો વિરોધ કર્યો હતો.

valentines day

VHPના કાર્યકર્તાઓએ આજે સવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે VHPના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને રિવરફ્રન્ટની પાળે બેઠેલા પ્રેમી પંખીડાઓને ડંડા બતાવીને ત્યાંથી ભગાડ્યા હતા. વીએચપીના કાર્યકરોએ યુવાનોને રિવરફ્રન્ટ પરથી ઉઠાતતા દોડધામ મચી ગઈ હતી. જોકે પોલીસનો પણ આજે ચાંપતો બંદોબસ્ત હતો.આથી પોલીસે વીએચપીના કાર્યકરોની અટકાયત કરી હતી અને પોલીસવાનમાં બેસાડી દીધા હતા.

વીએચપીના કાર્યકરોએ વિરોધ કરતા રિવરફ્રન્ટ ખાતે રમૂજી દ્રશ્યો પણ સર્જાયા હતા. કેટલાક યુવાનોએ પોતાની પ્રેમિકાને મૂકીને જ બાઇક દોડાવી દીધી હતી. તો રિવરફ્રન્ટ પર બેસેલા લોકો અને વિરોધ કરનારાઓ વચ્ચે ઉગ્ર બોલચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ ઘટનાની જાણ થતાં પોલીસ રિવરફ્રન્ટ પહોંચી ગઇ હતી અને વિરોધ કરી રહેલાં 10થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

English summary
VHP members in Ahmedabad threatening couples at riverfront on Valentines day.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.