For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાને હચમચાવનારા ઉત્તર કોરિયાની 10 અજાણી વાતો

|
Google Oneindia Gujarati News

north-korea
થોડા દિવસો પહેલા દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે ઉભા થયેલા તણાવના કારણે અને આ તણાવમાં અમેરિકા તથા હવે ઇઝરાયલે કરેલી દખલગીરીના કારણે દક્ષિણ અને ઉત્તર કોરિયા ખાસ્સુ ચર્ચામાં આવ્યું છે, ત્યારે અહીં અમેરિકાને પણ હચમચાવી નાખનાર ઉત્તર કોરિયા અંગે કેટલીક અજાણી વાતો જણાવવામાં આવી છે.

1- ગાંજાને કાયદેસરતા ગણવામાં આવે છે અને તેને ડ્રગ્સ તરીકે ઓળખવામાં આવતું નથી

નોર્થ કોરિયામાં જો ગાંજાનું સેવન કરવામાં આવે તો તેનો વિરોધ કરવામાં આવતો નથી કારણ કે ત્યાં તેના પર પ્રતિબંધ નથી અને તેને ડ્રગ્સ તરીકે ઓળખવામાં આવતું નથી. ત્યાંની સ્થાનિક જનતા તમને દરરોજ ગાંજાનું સેવન કરતી જોવા મળશે.

2- 1962 બાદ છ અમેરિકન સૈનિકો ઉત્તર કોરિયા આવતા રહ્યાં હતા

1962માં છ અમેરિકન સૈનિકો ઉત્તર કોરિયા આવતા રહ્યાં હતા અને તેમણે તેમનું આખું જીવન ઉત્તર કોરિયામાં જ વિતાવ્યું હતું. હાલ ઉત્તર કોરિયામાં 1962માં જતા રહેલા આવા એક સૈનિક છે. જે ઓગસ્ટ 1926માં ઉત્તર કોરિયા આવ્યા હતા.

3- યુએસ નેવીના શીપને પકડનાર એક માત્ર રાષ્ટ્ર

ઉત્તર કોરિયા એકમાત્ર વિશ્વનું એવુ રાષ્ટ્ર છે, કે જેણે વિશ્વની મહાસત્તા અને સૌથી શક્તિશાળી રાષ્ટ્ર તરીકે જાણીતા અમેરિકાની યુએસ નેવીના શીપને પકડી પાડ્યું હતું.

4- ઉત્તર કોરિયામાં 2013 નહીં પરંતુ 102મું વર્ષ છે

ઉત્તર કોરિયા કદાચ પહેલું એવુ રાષ્ટ્ર પણ હશે કે જ્યાં 2013ની સાલ નહીં પરંતુ 102ની સાલ ચાલી રહી છે. ઉત્તર કોરિયામાં એક જુચ કેલેન્ડર ચાલે છે, જેને 1997માં લાગુ કરવામાં આવ્યું હતું.


5- વિશ્વનું સૌથી મોટુ ગ્રાઉન્ડ

ઉત્તર કોરિયામાં વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ આવેલું છે, જેમાં બેસવાની ક્ષમતા દોઢ લાખ કરતા પણ વધારે દર્શકો બેસી શકે છે.

6- પ્રાચીન શૃંગાશ્વ હોવાની વાત જાહેર કરી

નવેમ્બર 2012માં ઉત્તર કોરિયાના એક આર્કિયોલોજિસ્ટે જાહેર કર્યું હતું કે તેમણે એશિયન્ટ કોરિયન કિંગડમમાં ઉપપોગમાં લેવામાં આવતા પ્રાચીન શુંગાશ્ચ(ઘોડાનું શરીર અને કપાળ પર એક લાંબા સીધા શિંગડાવાળું કલ્પિત પ્રાણી)ના અવેશષો શોધી કાઢ્યા છે. જે માત્ર કાલ્પનિક કહાનીઓ આપણને વાંચવા કે સાંભળવા મળતું હતું.

7- બોર્ડર નજીકના ગામને કહેવાય છે ઘોસ્ટ સિટી

કોરિયન સરકારના જાણાવ્યા પ્રમાણે કિજોંગડોંગ ગામ કે જે દક્ષિણ કોરિયાની નજીક છે તેને ઘોસ્ટ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું છે, આ શહેર બોર્ડર આવેલું છે.

8- વિશ્વની સૌથી ઉંચી હોટલ

પ્યોન્ગ્યાંગ ખાતે આવેલી એક હોટલે 20 વર્ષ સુધી વિશ્વની સૌથી ઉંચી હોટલ હોવાનુ બિરુદ જાળવી રાખ્યું હતુ. આ હોટલમાં 105 ફ્લોર છે.

9- 28 પ્રકારે વાળ કાપવામાં આવે છે

ઉત્તર કોરિયામાં 28 પ્રકારે વાળ કાપવામાં આવે છે. પરીણિત મહિલાઓ પાસે વધારે ઓપ્શન હોય છે જ્યારે પુરુષના વાળ 2 ઇંચની વધુ ના હોવા જોઇએ.

10- વિશ્વનું સૌથી મોટુ ફ્રેશ ફ્રુટ પ્રોડ્યુસર

ઉત્તર કોરિયા વિશ્વનું સૌથી મોટુ ફ્રેશ ફ્રુટ પ્રોડ્યુસર છે. સફળજન સહિતના ફળોના ઉત્પાદનમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા ઉત્તર કોરિયાને 10મું સ્થાન આપવામાં આવ્યું છે.

English summary
here is the information of unknown fact about north korea
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X