For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાએ ત્રણ ભારતીયોને કર્યા સન્માનિત

|
Google Oneindia Gujarati News

Vital-Voices-Global-Leadership-Award
વોશિંગ્ટન, 3 એપ્રિલઃ ત્રણ ભારતીય ભાઇઓને મહિલા વિરુદ્દ થઇ રહેલી હિંસાને સમાપ્ત કરવા માટેના તેમના પ્રયાસ માટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જો બિડેનએ વાઇટલ વોઇસ ગ્લોબલ લીડરશીપ એવોર્ડથી સન્માનિત કર્યા.

સમાચાર પત્ર વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, ત્રણ ભાઇઓ, રવિકાન્ત, ઋષિકાન્ત અને નિશિકાન્તે મહિલાઓ સાથે થઇ રહેલા અન્યાય વિરુદ્ધ લડવા માટે 2001માં ગૈરસરકારી સંસ્થા મુક્તિ વાહિનીની સ્થાપના કરી હતી. તેમણે મંગળવારે કેનડી સેન્ટમાં વાર્ષિક મહોત્સવમાં સોલિડેરિટી એવોર્ડ આપવામાં આવ્યો છે.

સર્વોચ્ચ ન્યાયાલના વકીલ 45 વર્ષીય રવિકાન્તે કહ્યું કે, મહિલા સંગઠનો માટે એ સમજવું પડકારજનક હતું કે અમારી સંસ્થાના નેતૃત્વ પુરુષ કરી રહ્યાં છે. પરંતુ અમે અમારું કામ ચાલું રાખ્યું અને બાદમાં મહિલા કાર્યકર્તાઓ પણ સમર્થન માટે આગળ આવ્યા.

અમેરિકાના પૂર્વ પ્રથમ મહિલા હિલેરી ક્લિન્ટન દ્વારા 1997માં શરૂ કરવામાં આવેલા વાઇટલ વોઇસને મુક્તિ વાહિનીને મહિલાઓના મામલે પુરુષો દ્વારા કામ કરવાના એક શ્રેષ્ઠ ઉદાહરણના રૂપમાં અનુમોદિત કર્યું. રવિકાન્તે કહ્યું કે દિલ્હીમાં થયેલા સામૂહિક દુષ્કર્ની ઘટના બાદ દુષ્કર્મ અને માનવ તસ્કરીની પીડિતાઓ માટે તે એક મોટા બદલાવને મહેસૂસ કરી રહ્યાં છે.

તેમણે કહ્યું કે, જ્યારે આપણા લોકોના વિદ્રોહને જોયો તો અમને લાગ્યું કે અમને તેની જ પ્રતિક્ષા હતી. આ માત્ર અમારા માટે જ નહીં પરંતુ દેશભરના મહિલા સંગઠનો માટે એક ક્રાન્તિકારી પરિવર્તન છે. રવિકાન્તના મતે, લોકોના વિચારોમાં પરિવર્તન આવ્યું છે. વાઇટલ વોઇસને આશા છેકે આ એવોર્ડ સમારોહમાં આ ભાઇઓની ઉપસ્થિતિથી મહિલાઓ મહિલા સમર્થકમાં પોતાના પુરુષ સહયોગીઓને સ્વિકારશે. ગત બે દશકાઓમાં મુક્તિ વાહિનીએ 2 હજાર લોકોને માનવ તસ્કરોના ગિરોહમાંથી છોડાવ્યા છે જેમાં 70 ટકા બાળકો છે.

English summary
Three brothers from India have received the prestigious Vital Voices Global Leadership Award from Vice President Joe Biden for their humanitarian working to end violence against women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X