For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત સહિત 35 દેશ મળીને તૈયાર કરી રહ્યા છે ‘પૃથ્વીનો સૂરજ’ 17 ટ્રિલિયન ખર્ચ આવશે

ભારત સહિત 35 દેશ મળીને તૈયાર કરી રહ્યા છે ‘પૃથ્વીનો સૂરજ’ 17 ટ્રિલિયન ખર્ચ આવશે

|
Google Oneindia Gujarati News

ઘરે આરામથી બેસીને આપણી વીજળીનો ઉપયોગ કરીએ છીએ પરંતુ આ વીજળી જેટલી આપણને ફાયદો પહોંચાડે છે તેટલું જ પર્યાવરણને નુકસાન પણ કરે છે. આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખી વૈજ્ઞાનિકો ક્લીન એનર્જી માટે ખાસ ઉપકરણ તૈયાર કરી રહ્યા છે, જે પૃથ્વી પર જ સૂર્ય જેવી ઉર્જા તૈયાર કરશે. આશા છે કે ભવિષ્યમાં તેનાથી ઘણા બધા બદલાવ થશે. આ પ્રોજેક્ટ કોઈ એક દેશનો નથી, કુલ 35 દેશ સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

10 વર્ષથી ચાલી રહ્યું છે કામ

10 વર્ષથી ચાલી રહ્યું છે કામ

વૈજ્ઞાનિકો પાછલા 10 વર્ષથી એક વિશેષ પ્રકારનું મેગ્નેટ તૈયાર કરવામાં લાગ્યા છે, જે વિશાળકાય મશીન ઈન્ટરનેશનલ થર્મોન્યૂક્લિયર એક્સરિમેન્ટલ રિએક્ટર (ITIR)નો ભાગ છે. સાથે જ આ મેગ્નેટનું નામ સેંટ્રલ સોલેનૉયડ રાખવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકો મુજબ આ મૈગ્નેટ પ્લાઝ્મામાં શક્તિશાળી કરંટ પ્રવાહિત કરશે. જેનાથી આ ફ્યૂજન રિએક્શનને કંટ્રોલ કરવામાં અને શેપ કરવામાં ઘણી મદદ મળશે. આની સાથે જ એક સ્વચ્છ ઉર્જાનું નિર્માણ થશે.

JOIN TELEGRAM CHANNEL

પ્રદૂષણ નહી ફેલાય

પ્રદૂષણ નહી ફેલાય

તેની તાકાતની વાત કરીએ તો તેમાં હાઈડ્રોજન પ્લાઝ્માને 150 મિલિયન ડિગ્રી સેલ્સિયસ સુધી હીટ કરવામાં આવી શકે છે, જે સૂરજના અંદરના ભાગથી 10 ગણો વધુ ગરમ થશે. સૌથી ખાસ વાત એ છે કે આ મશીનને પગલે ગ્રીનહાઉસ ગેસ (કાર્બન ડાઈ ઑક્સાઈડ, નાઈટ્રસ ઑક્સાઈડ, મીથેન વગેરે)નું ઉત્સર્જન નહી થાય અને રેડિયોએક્ટિવ કચરો પણ નહી નીકળે. જેનાથી પ્રદૂષણને ઘણી હદ સુધી ઘટાડીને સ્વચ્છ ઉર્જા બનાવવામાં આવશે. આ બધી ખાસિયતોને જોતાં તેને પૃથ્વીનો સૂરજ કહેવામાં આવી રહ્યો છે.

તાકાત જાણી ચોંકી જશો તમે

તાકાત જાણી ચોંકી જશો તમે

આ મૈગ્નેટની લંબાઈ 59 ફીટ અને વ્યાસ એક ફીટ છે. જેનું કુલ વજન 1000 ટનની આસપાસ હશે. જો તેની તાકાતની વાત કરીએ તો પૃથ્વીના મૈગ્નેટિક ફીલ્ડથી 2 લાખ 80 હજાર ગણો વધુ શક્તિશાળી છે. સાથે જ તેની અંદર 100 ફીટ લાંબા અને 1 લાખ ટનના એરક્રાફ્ટને 6 ફીટ સુધી હવામાં ઉઠાવવાની ક્ષમતા છે.

ક્યારથી કામ કરશે

ક્યારથી કામ કરશે

આમ તો આ સૂરજ અમેરિકાના કેલિફોર્નિયામાં બનાવવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે તેને ફ્રાંસ શિફ્ટ કરાશે. જ્યાં આ સૂરજ 2023 સુધી ઈન્સ્ટોલ થઈ જશે. જે બાદ 2025 સુધી આ સૂરજ દ્વારા ઉર્જા ઉત્પન્ન થવાની સંભાવના છે. આ પ્રોજેક્ટ પાછળ 24 બિલિયન ડૉલર્સ એટલે કે 17 ટ્રિલિયન રૂપિયા ખર્ચ થશે. આ પ્રોજેક્ટમાં ભારત, ચીન, જાપાન, કોરિયા, રશિયા, યૂકે, અમેરિકા અને સ્વિત્ઝરલેન્ડ જેવા 35 દેશો સામેલ છે.

English summary
35 countries working together to make our own sun for earth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X