For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૃથ્વી છોડી મંગળ પર જીવન વિતાવવા માગે છે 78 હજાર લોકો

By Super
|
Google Oneindia Gujarati News

mars
78 હજાર કરતા પણ વધુ લોકોએ પૃથ્વી છોડીને મંગળની જમીન પર પોતાનું આગામી જીવન વિતાવવા માટે અરજી કરી છે. આ અરજી તેમણે એક ટીવી રિયાલિટી એમ્બિશિયસ પ્રોજેક્ટ હેઠળ કરી છે.

એક દશકા લાંબા રેડ પ્લેનેટ મિશન હેઠળ 2023 સુધીમાં એક એનજીઓએ માર્સ પર માનવજાતિ રહી શકે તેવું વાતાવરણ ઉભૂ કરવાની યોજના બનાવી છે. બે વર્ષ લાંબી પસંદગી પ્રક્રિયા પાર કરવામાં જે ઉમેદવારો સફળ થશે તેમને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે, જે મંગળ પર ગયા પછી ધરતી પર પરત નહીં ફરે.

એનજીઓ માર્સ વનના કો ફાઉન્ડર અને સીઇઓ બાસ લેન્સડ્રોપે આશા વ્યક્ત કરી છે કે 31 ઓગસ્ટ સુધીમાં અડધો મિલીયન લોકો અરજી કરશે. બે અઠવાડિયાની અંદર 78 હજાર લોકોએ અરજી કરી છે, જે એક ઐહિતાસિક આંકડો છે. માર્સ વનમાં 120 દેશોમાંથી અરજી કરવામા આવી છે,જેમાં સૌથી વધારે અરજી યુકેમાંથી કરવામાં આવી છે. યુકેમાંથી 3500 અરજી કરવામાં આવી છે.

અરજી પ્રક્રિયા અનુસાર દરેક અરજદારે 60 સેકન્ડનો વીડિયો રજૂ કરવાનો હોય છે,જેમાં તેમણે જણાવવાનું હોય છે કે તેઓ શા માટે મંગળ પર જવા માગે છે. અંદાજે પ્રથમ સ્ટેજની પસંદગી પ્રક્રિયામાં 50થી 100 અરજદારને સિલેક્ટ કરવામાં આવ્યા છે.

English summary
More than 78,000 people have applied for the chance to leave Earth forever and live on Mars as part of an ambitious reality TV project.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X