For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનના ક્વેટામાં વિસ્ફોટ 79ના મોત, 180 ઇજાગ્રસ્ત

|
Google Oneindia Gujarati News

pakistan-flag1
ક્વેટા, 17 ફેબ્રુઆરીઃ પાકિસ્તાનના ક્વેટા શહેરમાં શનિવારની સાંજે બે ગીચ બજારોમાં થયેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 79 લોકોનું મોત નિપજ્યુ અને 180 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સમાચાર એજન્સી અનુસાર વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે બન્ને બજારોમાં 60થી વધારે દુકાનો કાટમાળ બની ગઇ હતી અને કાટમાળમાં ઘણા લોકો દબાઇ ગયા છે. તેના કારણે મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.

ઉર્દુ ટીવી ચેનલ 'દુનિયા' અનુસાર, ઇજાગ્રસ્તોમાં ઘણાની હાલત ગંભીર છે. ઘટનાસ્થળ પર રાહત કાર્ય હજુ ચાલું છે. ક્વેટા પોલીસ ઉપ મહાનિરીક્ષક વઝીર ખાને કહ્યું કે રિમોટ કંટ્રોલ થકી વિસ્ફોટ કરવામાં આવ્યો અને વિસ્ફોટ એક રિક્ષામાં કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે જે શહેરમાં વિસ્ફોટ થયો તે હાજરા સમુદાયના શિયા મુસલમાનનો છે. વિસ્ફોટ બાદ શિયા મુસલમાનોને ઘટનાસ્થળને ઘેરી લીધું અને પ્રદર્શન કર્યુ હતું. તેમણે રાહત દળ, મીડિયા અને પોલીસને ઘટનાસ્થળે જતા રોક્યા હતા.

પ્રદર્શનકારીઓનું કહેવું હતું કે છેલ્લા બે વર્ષમાં હાજરા સમુદાયોને નિશાન બનાવીને ઘણા હુમલા કરવામાં આવ્યા પરંતુ સરકાર તેમને યોગ્ય સુરક્ષા પુરી પાડવામાં નિષ્ફળ રહી હતી. સુરક્ષાને ઘ્યાનમા રાખીને ઇજાગ્રસ્ત 30 મહિલા અને બાળકોને ક્વેટાની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં સૂત્રોનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વઘી શકે છે કારણ કે ઇજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર છે. શિયા મુસલમાનના સંગઠન મજલિસ એ વાહદતે વિસ્ફોટને ધ્યાનમાં રાખીને ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે. રવિવારે ક્વેટા બંધનું એલાન આપવામાં આવ્યું છે. અત્યારસુધી એકપણ સંગઠન દ્વારા જવાબાદારી સ્વિકારવામાં આવી નથી.

English summary
At least 79 people were killed and 180 others injured in a blast that once again targeted the Hazara Shia community of Quetta district of Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X