For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

83 હજાર ઝેરી રસાયણો માનવજાતિ માટે ખતરારૂપ

|
Google Oneindia Gujarati News

synthetic-chemical
સિડની, 27 ફેબ્રુઆરીઃ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે લગભગ 83 હજાર કૃત્રિમ રસાયણો પાણી, વાયુ, વન્યજીવન, ખાદ્ય અને મેન્યુફેક્ચર્ડ વસ્તુઓમાં ફરતા હોવાથી માનવજાતિના સ્વાસ્થ્ય અને પર્યાવરણને અજાણ્યો ખતરો ઉભો થયો છે.

આ ચેતવણી વિશિષ્ટ સોઇલ વૈજ્ઞાનિક અને દક્ષિણ ઓસ્ટ્રેલિીયા વિશ્વવિદ્યાલય અને સીઆરસી પર્યાવરણ પ્રદુષણ આકલન અને પર્યાવરણ સુધારા(સીઆરસી સીએઆરઇ)ના પ્રોફેસર રવિ નાયડૂએ જારી કરી છે. સીઆરસી સીઇઆરઇ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, નાયડૂએ કહ્યું કે, વૈશ્વિક પ્રણાલી પર મનુષ્યની ગતિવિધિઓના પ્રભાવ અંગે જ્યારે લોકો વિચારે છે, તો લોકો હંમેશા મુખ્યતઃ ગ્રીન હાઉસ ગેસ, શહેરી વાયૂ પ્રદૂષણ અંગે વિચારે છે, પરંતુ વાસ્તવમાં ઝેરી રસાયણ પદાર્થોની વ્યાપક સરણી વાતાવરણ સાથે મિશ્રિત થઇ ચૂકી છે.

નાયડૂએ કહ્યું કે અમેરિકા, યૂરોપ અને ચીનના અનુસંધાનમાં એ મળી આવ્યું છે કે કેટલીક માતાઓ અજાણતા પોતાના બાળકોને પોતાના દૂધ થકી કેંસરકારી તત્વો પીવડાવી રહી છે. ઘણા બાળકો તેનાથી ગ્રસિત થઇને જ જન્મી રહ્યાં છે. ઘણા મોટા-મોટા શહેરોમાં પાણી ગંદુ અને પીવા લાયક નથી હોતું.

તેમણે કહ્યું કે, તમામ પ્રજાતિઓએ પોતાના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે સૌથી પહેલાં એ સમજવું જોઇએ કે વૈશ્વિક સ્તર પર શું ચાલી રહ્યું છે અને એવું કરવા માટે આપણે આખા વિશ્વના સૌથી શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોની ટીમ બનાવવી જોઇએ.

નાયડૂએ કહ્યું કે પ્રસ્તાવિત વૈશ્વિક સંદૂષણ અનુસંધાન પહેલ(જીસીઆરઆઇ)માં વૈશ્વિક વૈજ્ઞાનિકો વચ્ચે સહયોગની કલ્પના કરવામાં આવી હતી. તેના થકી ગમે ત્યાં એવા મુદ્દા જે લોકોને પ્રભાવિત કરે છે તેમના પર આંતરરાષ્ટ્રીય સ્તર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું, પરંતુ તે પણ હવે સંપૂર્ણ રીતે ખાડામાં જતી રહી છે. નાયડૂને વિજ્ઞાનમાં પ્રગતિ કરવાની સહાયતા કરવા માટે અમેરિકન એન્ડવાન્સ સાયન્સ એસોસિએશન(એએએએસ)એ પોતાના સહયોગી બનાવ્યા છે.

English summary
Some 83,000 synthetic chemicals circulate freely in water, soil, air, wildlife, food and manufactured goods, posing unknown threats to human and environmental health, scientists warn.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X