For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમેઝોને 25 કરોડ ડોલરમાં 'વૉશિંગ્ટન પોસ્ટ' ખરીદ્યું

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 6 ઓગસ્ટ : ઓનલાઇન શોપિંગ સુવિધા પુરી પાડનારી અગ્રણી વેબસાઇટ એમેઝોનના પ્રમુખ જેફ બેજોસ 'વૉશિંગ્ટન પોસ્ટ' દૈનિક સમાચાર પત્રને 25 કરોડ અમેરિકન ડોલરમાં ખરીદવા અંગે સમહતિ દર્શાવી છે. બેજોસ આ સમાચાર પત્ર ્ને તેના પ્રકાશનના અન્ય કારોબારને પોતાની અંગત સંપત્તિના રૂપમાં ખરીદી રહ્યા છે. પાછલા 80 વર્ષોથી ગ્રાહમ પરિવાર આ સમાચાર પત્રનો માલિક રહ્યો છે.

સમાચાર પત્રના મુખ્ય કાર્યકારી અધિકારી ડોનાલ્ડ ગ્રાહમે જણાવ્યું કે "સમાચાર પત્રમાં અમે જે પડકારોનો સામનો કર્યો છે તેના આધારે અમે વિચાર્યું કે જો આનો માલિક અન્ય કોઇ બને તો તે સમાચાર પત્ર માટે સારું રહેશે."

તેમણે એમ પણ જણાવ્યું કે જેફ જોસેફે પોતાના ટેકનિકલ અને વેપારની પ્રતિભાના રૂપમાં પોતાની આવડત અને કુશળતા સાબિત કરી છે. તેમણે દીર્ઘકાલિન દ્રષ્ટિકોણ અને વ્યક્તિગત શાલીનતાને કારણે આ સમાચાર પત્રના એક સારા માલિક સાબિત થશે.

washington-post

ધ વૉશિંગ્ટન પોસ્ટ કંપની અન્ય સંપત્તિ ઉપરાંત કાપલાનની પણ માલિક છે. આ ટેસ્ટની તૈયારી કરાવનારી કંપની છે. એક અજ્ઞાત એકમના રૂપમાં તેનો માલિકી હક્ક ગ્રાહમ પરિવાર પાસે જ રહેશે. આ સોદો આવનારા બે મહિનામાં પાર પડે એવી શક્યતા છે.

વૉશિંગ્ટન પોસ્ટ દૈનિક અમેરિકાના સૌથી મોટા વોટર ગેટ કૌભાંડને ભાંડા ફોડ અને કવરેજ કરવા માટે જાણીતું છે. તાજેતરના વર્ષમાં ઇન્ટરનેટને કારણે જાહેરખબરોમાંથી થનારી આવકમાં ઘટાડો થયો છે. આ કારણે પ્રિન્ટના કારોબારને વેબને અનુરૂપ બનાવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં આ બીજું અમેરિકન સમાચાર પત્ર છે જેનો સોદો થયો છે. ગતા સપ્તાહના અંતમાં અમેરિકાના અગ્રણી સમાચાર પત્ર 'બોસ્ટન ગ્લોબ'ને બેસબોલ ટીમ બોસ્ટોન રેડ સોક્સના માલિક જોન ડબલ્યુ હેનરીને સાત કરોડ ડોલરમાં વેચવાની જાહેરાત કરી હતી.

English summary
Amazon bought 'Washington Post' in 25 crore dollar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X