For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેમરૂને કહ્યું, ઇસ્લામી આતંકવાદને જડમૂળથી ખતમ કરીશું

|
Google Oneindia Gujarati News

david cameron
લંડન, 4 જૂન : બ્રિટેનના વૂલવિચમાં બ્રિટિશ સૈનિક લી રિગ્વીના જઘન્ય હત્યાકાંડ બાદ સફાળા જાગેલા પ્રધાનમંત્રી ડેવિડ કેમરૂને ઇસ્લામી આતંકવાદને જડમૂળમાંથી ઉખાડી ફેંકવાની વાત કરી છે.

બ્રિટિશ દૈનિક ગાર્ડિયનના અહેવાલ અનુસાર આતંકવાદને નાથવા માટે તૈયાર કરવામાં આવેલ કેબિનેટ સ્તરની ટાસ્ક ફોર્સની બેઠકમાં કેમરૂને આ વાત કરી. તેમણે જણાવ્યું કે જે સડેલા કિચડમાં આતંકવાદ ઉછેરાઇ રહ્યો છે, તેને આપણે સાફ કરવું પડશે. જેથી આ સમસ્યા જડમાંથી સમાપ્ત થઇ જાય.

તેમણે જણાવ્યું કે ટાસ્ક ફોર્સનું લક્ષ્ય દેશના મદરેસામાં કટ્ટરપંથને ઉછેરવાથી રોકવાનો થશે. મદરેસાથી કટ્ટરપંથી ઇમામોને બહાર કરી તેમાં આવા લોકોને આવા લોકોની નિમણૂક કરવાનો પ્રયાસ કરવામાં આવશે જે બ્રિટેનને સમજતા હોય.

આ ઉપરાંત દાન અને ચેરિટી પર પણ નિયંત્રણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે જેથી કટ્ટરપંથીઓને મળનાર આર્થિક મદદ બંધ થઇ શકે. ઇન્ટરનેટ સેવા આપનાર કંપનીયો પર પણ હિંસા ફેલાવતા સંદેશાઓ હટાવવા માટેના નિયમો બનાવી શકાશે.

English summary
David Cameron launches anti terror task force to tackle extremism.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X