For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑસ્ટ્રેલિયા 10,000 ઉંટની હત્યા કરશે, કારણ જાણીને ચોંકી જશો

ઑસ્ટ્રેલિયા 10,000 ઉંટની હત્યા કરશે, કારણ જાણીને ચોંકી જશો

|
Google Oneindia Gujarati News

મેલબોર્નઃ ઑસ્ટ્રેલિયા હાલ આગની લપેટમાં આવી ગયું છે. પાછલી 7 સપ્ટેમ્બરે લાગેલી આ ભયંકર આગ હજી ઓલાવાનું નામ નથી લઈ રહી, આગ એટલી ભયંકર હતી કે ડઝનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને 50 કરોડ જાનવરો અને પક્ષીઓ પણ આ આગમાના ઝપટામાં આવી જતાં મોત થયાં છે. આખી દુનિયા પીડિત જાનવરોની તસવીરો શેર કરતા ઓસ્ટ્રેલિયા માટે દુવાઓ કરી રહી છે પરંતુ ખુદ ઓસ્ટ્રેલિયાની સરકારે 10 હજાર ઉંટને જાનથી મારી નાખવાનો આદેશ આપ્યો છે. જે જાણકારી મળી રહી છે તે મુજબ હેલીકોપ્ટરથી કેટલાક પ્રોફેશનલ શૂટર 10,000થી વધુ જંગલી ઉંટોને ઠાર મારવામાં આવશે.

આ છે કારણ

આ છે કારણ

ડેલી મેલના રિપોર્ટ મુજબ દક્ષિણ ઑસ્ટ્રેલિયાના લોકોની ફરિયાદ હતી કે જંગલમાં આગ લાગવાના કારણે જંગલી જાનવરો પાણી માટે તેમના ઘરમાં ઘૂસી રહ્યા છે. સ્થાનિક લોકોની ફરિયાદ બાદ આદિવાસી નેતાઓએ 10 હજાર ઉંટોને મારવાનો ફેસલો લીધો છે. આની સાથે જ નેતાઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આ ઉંટ એક વર્ષમાં એક ટન કાર્બન ડાયોક્સાઈડની બરાબર મીથેનનું ઉત્સર્જન કરે છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ પર અસર જોવા મળી રહી છે.

જ્યાં પાણી દેખાય ત્યાં જ ચાલ્યા જાય છે આ ઉંટ

જ્યાં પાણી દેખાય ત્યાં જ ચાલ્યા જાય છે આ ઉંટ

DEW મુજબ આ ઉંટ જ્યાં પણ પાણીનો સ્ત્રોત જુએ છે ત્યાં પહોંચી જાય છે. પછી તે નળ હોય, પાણીની ટાંકી હોય કે તળાવ હોય. એપીવાય લેન્ડ્સના મેનેજર રિચર્ડ કિંગ્સે કહ્યું કે આ ઉંટ અચાનકથી અમારા લોકો વચ્ચે ચાલ્યા આવે છે. આનાથી ભાગદોડ મચી જાય ચે. બાળકો અને મહિલાઓને ઈજા પહોંચવાનો ખતરો છે. ઉંટો નાના-નાના ઝૂંડમાં આખા રણમાં ફરતા રહે છે.

જંગલી ઉંટની વસ્તી દર 9 વર્ષમાં બેગણી થઈ જાય છે

જંગલી ઉંટની વસ્તી દર 9 વર્ષમાં બેગણી થઈ જાય છે

રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉંટ ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરી રહ્યા છે. સ્થાનિક પ્રશાસને દાવો કર્યો કે જંગલી ઉંટની વસ્તી દર નવ વર્ષે બેગણી થઈ જાય છે. અહીં વર્ષ 2009થી 2013 સુધી પણ 1.60 લાખ ઉંટોને મારવામાં આવ્યા હતા.

ઈરાનમાં તેહરાન એરપોર્ટ પાસે યૂક્રેનનું પ્લેન ક્રેશ, ક્રૂ સહિત 180 યાત્રીઓના મોતઈરાનમાં તેહરાન એરપોર્ટ પાસે યૂક્રેનનું પ્લેન ક્રેશ, ક્રૂ સહિત 180 યાત્રીઓના મોત

English summary
australia will kill 10 thousand wild camel, know reason
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X