ઓસ્ટ્રેલિયામાં બન્યો વિશ્વનો સૌથી મોટો ડાયનાસોર પાર્ક
સિડની, 12 એપ્રિલઃ એસ્કેન્ટ્રિક માઇનિંગ ટાયકૂન ક્લિવ પામર કે જે ટાઇટેનિકની રેપ્લિકા બનાવવાની યોજના માટે જાણીતા છે, તેમણે ઓસ્ટ્રેલિયામાં વિશ્વના સૌથી મોટા ડાયનાસોર પાર્કની રચના કરી છે.
તેમણે ઉત્તર પૂર્વીય તટીય શહેર સનશાઇનના કૂલમ ક્ષેત્રમાં પોતાના 150 હેક્ટર ક્ષેત્ર સ્થિત જંગલોમાં રાખવા માટે ચીનના નિર્માતાઓને 165 રોબોટિક ડાયનાસોર બનાવવા માટે ઓર્ડર આપ્યો છે. ડાયનાસોર ગર્જશે, પૂંછ હલાવશે, છાતી હલાવશે અને આખો ટમટમાવશે.

જેમાના કેટલાક ટી-રેક્સ છે, જેઓ જેફ નામથી જાણીતા છે. ફોર્બ્સ પત્રિકા અનુસાર પામરની સંપત્તિ 84 કરોડ ડોલર છે. તેમણે આ ઉદ્યાનના નિર્માણ માટે અધિકારીઓની મંજૂરી લેવા માટે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.












Click it and Unblock the Notifications
