બર્લુસ્કોની યોજતા'તા પ્રોસ્ટીટ્યૂટ પાર્ટી

Posted By: Staff
Subscribe to Oneindia News
silvio-berlusconi
લંડન, 5 માર્ચઃ ઇટલીના પૂર્વ પ્રધાનમંત્રી સિલ્વિયો બર્લુસ્કોની પર આરોપ છે કે તેમણે મિલાનની પોતાની હવેલીમાં પ્રોસ્ટીટ્યૂટ પાર્ટી યોજતા હતા અને તેના માટે મહિલાઓને પૈસાની સાથે અન્ય ભેટ આપતા હતા.

બર્લુસ્કોની પર સગીરા પ્રોસ્ટીટ્યૂટ કરીમા અલ મહારુગની સેવાઓ લેવા માટે પૈસા આપવાનો આરોપ છે. બલ્રુસ્કોનીએ દાવો કર્યો છે કે તેમણે ક્યારેયપણ પૈસા આપીને કોઇની સાથે આત્મીય સંબંધ બનાવવાની જરૂર પડી નથી. મહારુગ જે રંગમંચમાં રૂબી હાર્ટસ્ટીલર નામથી જાણીતી છે તે બર્લુસ્કોની સાથે યૌન સંબંધોનો ઇન્કાર કર્યો છે. આ મામલામાં નિર્ણય મહિનાના અંત સુધીમાં આવશે.

ફરિયાદી પક્ષના વકીલ એન્ટોનિયો સાંગેરમાનોએ દાવો કર્યો છે કે ઉત્તર પૂર્વીય મિલાનમાં જે થયું તે એક વેશ્યાવૃત્તિની વ્યવસ્થા હતી, જે બર્લુસ્કોનીની યૌન ઇચ્છાઓને સંતુષ્ટ કરવા માટે હતી. તેમાં મોરક્કોની યુવતીઓ સંપૂર્ણ રીતે સામેલ હતી. સાંગેરમાનોએ આરોપ લગાવ્યો છે કે, બર્લુસ્કોનીની દાવતોમાં ખાવાનું, ઉત્તેજક નૃત્ય અને ટેલીવિજન તારીકાઓ અને મહેમાનો વચ્ચે યૌન સંબંધો રચાતા હતા.

બીજી તરફ બર્લુસ્કોનીએ આ આરોપો પર કહ્યું છે કે તે પોતાની 'બદનામ દાવતો'ને આટલું ' કલ્પનાશીલ' વિવરણથી થોડાક આશ્ચર્યચકિત છે. તેમણે કહ્યું, ' હું હંમેશા બેવડો ભાગ્યશાળી રહ્યો છું. મને ક્યારેય કોઇ મહિલા કે યુવતી સાથે સંબંધ બનાવવા માટે પૈસાની આપવાની જરૂર નથી પડી અને હું હંમેશા એવી સ્થિતિમાં રહ્યો છું કે લોકો મદદ માંગે ત્યારે હંમેશા તેમને મદદ કરી શકું.'

સિલ્વિયો બર્લુસ્કોનીએ ફરિયાદી પક્ષના વકીલનો મજાક ઉડાવતા કહ્યું કે, લાગે છે કે ભાગ્યએ આરોપ લગાવનારને આ બન્નેમાંથી એકપણ વરદાન આપ્યું નથી, તેથી તે જણાવી રહ્યાં છે કે જો તે મારા સ્થાને હોત તો શું કરત.

English summary
Former Italian Prime Minister Silvio Berlusconi hosted prostitution parties at his Milan villa and paid women with favours and cash, prosecutors at his trial said.
Please Wait while comments are loading...