For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રેક્ઝિટ ડીલમાં હાર બાદ થેરેસા મેને મોટી રાહત, માંડ માંડ બચી સરકાર

બ્રેક્ઝિટ ડીલમાં હાર બાદ થેરેસાને રાહત, માંડ માંડ બચી સરકાર

|
Google Oneindia Gujarati News

લંડનઃ બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેના બ્રેક્ઝિટ પ્રસ્તાવને જેવી રીતે સંસદમાં સાંસદોએ ફગાવી દીધો હતો અને મોટી સંખ્યામાં તેમની વિરુદ્ધ વોટ કર્યું હતું, તે બાદ થેરેસા મેની સરકાર પર મોટો સંકટ ઉદ્ભવ્યો હતો. પરંતુ આ બધાની વચ્ચે થેરેસા મેની સરકારને આખરે મોટી રાહત મળી છે. સંસદમાં થેરેસા મે વિરુદ્ધ વિપક્ષ જે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યું હતું તેમાં થેરેસા મેની સરકાર માંડ માંડ બચી છે. અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન થેરેસા મેના પક્ષમાં કુલ 325 વોટ પડ્યા હતા જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં કુલ 306 વોટ પડ્યા હતા.

tharesa may

લેબર પાર્ટી દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ બાદ થેરેસા મેની સરકાર પર ખતરો ટળી ગયો છે. પરંતુ યૂરોપીય સંઘથી અલગ થયા બાદ બ્રેક્ઝિટ પ્રસ્તાવને સાંસદોએ ફગાવી દીધો હતો, એવામાં જોવાનું એ રહે છે કે બ્રેક્ઝિટ પ્રસ્તાવનું હવે શું થશે. જણાવી દઈએ કે મંગળવારે પ્રધાનમંત્રી થેરેસા મેએ સદનમાં બ્રેક્ઝિટ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને બ્રિટનના સંસદ હાઉસ ઑફ કોમન્સમાં ઉંધા મોઢાની ખાવી પડી. આ પ્રસ્તાવની વિરુદ્ધ 432 વોટ પડ્યા, જ્યારે તેના પક્ષમાં માત્ર 202 વોટ પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે બ્રેક્ઝિટ પ્રસ્તાવની વિરુદ્ધ લેબર પાર્ટીના નેતા જેરેમી કાર્બિને કહ્યું કે સાંસદોની ચિંતાને દૂર કરવામાં આ સરકાર પૂરી રીતે વિફળ રહી છે. તેમણે કહ્યું કે આગલા 24 કલાકમાં થેરેસા મે વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો જોઈએ અને દેશમાં ફરી મતદાન કરાવવું જોઈએ.

આ પણ વાંચો- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઈન ફ્લૂ, એમ્સમાં ચાલી રહ્યો છે ઈલાજ

English summary
Big relief for Theresa may after Brexit deal failed her government wins no confidence vote.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X