For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ટરનેટ પર દુનિયાનો 'સૌથી મોટો હુમલો' ઇ-મેલ સર્વિસ ઠપ્પ થવાનો ભય

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

cyber-attack
લંડન, 28 માર્ચ: વિશ્વાસ રાખો ઇન્ટરનેટ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો થયો છે. જેથી દુનિયાભરમાં ઇન્ટરનેટની સ્પીડ ખૂબ જ ધીમી થઇ ગઇ છે. કહેવામાં આવે છે કે સ્પૈમ સાથે લડનાર ઓર્ગેનાઇઝેશનની એક વેબસાઇટ ચલાવનાર કંપની સાથે મતભેદ થયા છે. તેની પ્રતિક્રિયામાં ઇન્ટરનેટની મૌલિક સુવિધાઓ પર સતત હુમલા થવા લાગ્યા છે. વિશેષજ્ઞોને ચિંતા છે કે જો આ હુમલાને રોકવામાં નહી આવે તો બેંકિંગ અને ઇમેલ સુવિધાઓ પર પણ ખતરનાક અસર વર્તાઇ શકે છે.

જો હાલમાં તો તેની અસર 'નેટફ્લિક્સ' પર જોવા મળી રહી છે. 5 દેશોની સાઇબર પોલીસ આ હુમલાની તપાસમાં લાગેલી છે. હુમલાખોરોએ જે ટેક્નિકનો ઉપયોગ કર્યો છે કે તેને 'ડિસ્ટ્રિબ્યુટિડ ડિનાઇલ ઓફ સર્વિસ' કહે છે. તેમાં 'ટાર્ગેટ'ને મોટા પ્રમાણમાં ટ્રાફિક મોકલવામાં આવે છે જેથી તે પહોંચની બહાર જતો રહે. આ હુમલામાં લંડન અને જેનેવા સ્થિત એક એનજીઓ 'સ્પૈમહૌસ'ના 'ડોમેન નેમ સિસ્ટમ સર્વર'ને નિશાન બનાવવામાં આવ્યું.

આ સર્વર તે હોય છે કે ડોમેન નામોને વેબસાઇટના ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ સાથે જોડે છે. સ્પૈમહૌસના ચીફ એક્ઝ્યુકેટિવ ઓફિસર સ્ટીવ લિનફોર્ડે તેને અણધાર્યો હુમલો ગણાવ્યો છે. તેમને કહ્યું હતું કે જો નિશાના પર બ્રિટેન સરકાર હોય તો તેમાં એટલી તાકાત છે કે તેમનું બધું કામ ઠપ થઇ જાય અને ઇન્ટરનેટથી બિલ્કુલ વંચિત થઇ જાય.

લિનફર્ડે કહ્યું હતું કે જ્યારે બેંકો પર આવા સાઇબર હુમલા થાય છે તો તેમની સ્પીડ 50 ગિગાબિટ્સ પ્રતિ સેકન્ડ થઇ જાય છે. પરંતુ આ હુમલા 300 ગિગાબિટ્સ પ્રતિ સેકન્ડ પર થઇ રહ્યાં છે. સર્રે યુનિવર્સિટીમાં સાઇબર સિક્યુરિટીના એક્સપર્ટ, પ્રોફેસર એલન વુડવર્ડના અનુસાર આ હુમલાની અસર આખી દુનિયામાં ઇન્ટરનેટ સેવાઓ પર પડી રહી છે. પ્રોફેસર વુડવર્ડે જણાવ્યું હતું કે 'જો તમે એક રોડ વિશે વિચારો છો તે આ હુમલો તેના પર એટલો ટ્ર્રાફિક વધારી રહ્યો છે કે ના ફક્ત રસ્તાઓ જામ થઇ જાય, પરંતુ આસપાસ ચાલવાની પણ જગ્યા ના રહે.

English summary
A huge cyber-attack dubbed as “the biggest” of its kind in history slowed the Internet around the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X