For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Year Ender 2018: તાલિબાન અને ISએ હજારોની કરી હત્યા, જાણો આ વર્ષના સૌથી મોટા આતંકી હુમલા

Year Ender 2018:જાણો આ વર્ષના સૌથી મોટા આતંકી હુમલા

|
Google Oneindia Gujarati News

અફ્ઘાનિસ્તાન આતંકી હુમલાની યાદીમાં ઈરાકને પણ પાછળ છોડી ચૂક્યુ છે. 2018ના ડિસેમ્બરમાં અમેરિકાના એક રિપોર્ટમાં ખુલાસો થયો કે દુનિયાભરમાં થયેલા કુલ આંતકી હુમલામાંથી એક તૃતિયાંશ હુમલા ફક્ત અફ્ઘાનિસ્તાનમાં થયા છે. વિશ્વમાં ઈસ્લામિક સ્ટેટ, તાલિબાન અને બોકો હરામ સૌથી વધુ આતંકી સંગઠન છે. આ જ ખતરનાક આતંકી સંગઠનો છે, જેણે યુરોપથી લઈને એશિયા સુધી હુમલા કરીને હજારો લોકોની હત્યા કરી છે. આ વર્ષે ફરી એકવાર અફ્ઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાક અને સિરીયા જ આતંકી હુમલાનો સૌથી વધુ ભોગ બન્યા છે. મૃત્યુ પામનાર લોકોમાં સામાન્ય નાગરિકો, મહિલાઓ, બાળકો, સુરક્ષા દળના જવાનો અને પત્રકારોથી લઈ માનવ અધિકાર સંગઠનના કાર્યકર્તાઓ સામેલ છે. આ વર્ષે 2018માં દુનિયા ભરમાં 100થી વધુ આતંકી હુમલા થયા અને 1 હજારતી વધુ લોકોના જીવ ગયા. એક નજર નાખીએ, આ વર્ષના સૌથી ખતરનાક આતંકી હુમલા પર...

અફ્ઘાનિસ્તાનમાં ગૃહ મંત્રાલય પર હુમલો

અફ્ઘાનિસ્તાનમાં ગૃહ મંત્રાલય પર હુમલો

2018ની 27 જાન્યુઆરીએ અફ્ઘાનિસ્તાનમાં પહેલો અને સૌથી દર્દનાક આતંકી હુમલો થયો. આ હુમલામાં 130 લોકોએ જીવ ગુમાવ્યા. તો 235 લોકો ઈજાગ્રસ્ત થયા. અફ્ઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા જબરજસ્ત બોમ્બ વિસ્ફોટને કારણે આખો દેશ ચોંકી ઉઠ્યો. આ હુમલો ગૃહ મંત્રાલયની ઈમારતને નિશાન બનાવી કરાયો હતો. આતંકીઓ વિસ્ફોટક ભરેલી એમ્બ્યુલન્સ લઈને પહોંચ્યા હતા, અને ગૃહ મંત્રાલયની જૂની બિલ્ડિંગ પાસે જ એમ્બ્યુલન્સને ઉડાવી દીધી. આ હુમલો એટલો ખતરનાક હતો કે આસપાસની દુકાનો અને ઈમારતો પણ ચક્નાચૂર થઈ ગઈ હતી. હુમલા બાદ ચારે તરફ માત્ર મૃતદેહ જ દેખાતા હતા. આ આત્મઘાતી હુમલાના બીજા દિવસે અફ્ઘાનિસ્તાનમા રાષ્ટ્રીય શોક જાહેર કરાયો. આ હુમલાની જવાબદારી તાલિબાને લીધી હતી.

પાક.માં ચૂંટણીની રેલીમાં હુમલો

પાક.માં ચૂંટણીની રેલીમાં હુમલો

પાકિસ્તાનમાં ચાલુ વર્ષે જુલાઈમાં સામાન્ય ચૂંટણી થઈ, પરંતુ આતંકવાદીઓએ માહોલ ખરાબ કરવા ચૂંટણી સભાઓને નિશાન બનાવી. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક ચૂંટણી રેલીમાં 13 જુલાઈએ આત્મઘાતી હુમલો થયો, જેમાં 149 લોકોના મોત થયા, તો 86 લોકો ઈજાગ્રસ્ત થયા. આ હુમલામાં બલૂચિસ્તાન આવામી પાર્ટીના નેતા અને ચૂંટણી લડી રહેલા નવાબજાદા મીર સિરાજ ખાનનું પણ મોત થયું. પાકિસ્તાનમાં આ વર્ષે થયેલા સૌથી ખતરનાક હુમલામાં આ વધુ એક હુમલો હતો. બલૂચિસ્તાનના મસ્તુંગમાં થયેલા હુમલા બાદ લોકો ચૂંટણી રેલીમાં જતા ડરતા હતા.

ISના એટેકથી ધ્રૂજી ઉઠ્યું સિરીયા

ISના એટેકથી ધ્રૂજી ઉઠ્યું સિરીયા

આ વર્ષે આતંકી હુમલાનો દર્દનાક નજારો સિરીયાએ પણ જોયો. સિરીયામાં ઈસ્લામિક સ્ટેટના જેહાદીઓએ 200થી વધુ લોકોના ઢીમ ઢાળી દીધા. 25 જુલાઈએ સિરીયાના દક્ષિણ પશ્ચિમ વિસ્તારના એસ-સુવાયદામાં ગન અને સુસાઈડ એટેકમાં 258 લોકના મોત થયા, તો 180થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. એસ-સુવાયદાની આસપાસના ગામોમાં પણ ISના આતંકીઓે સેંકડો લોકોને બંધક બનાવીને તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ દિવસે શહેરમાં એક સાથે સંખ્યાબંધ જગ્યાઓ પર આત્મઘાતી હુમલા થયા હતા. જેમા 140 નાગરિકો અને 60થી વધુ આતંકીઓના મોત થયા હતા. સિરીયામાં આ લોહિયાળ જંગ ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ ખેલ્યો હતો.

બોકો હરામે નાઈજિરિયાના સૈનિકોને બનાવ્યા નિશાન

બોકો હરામે નાઈજિરિયાના સૈનિકોને બનાવ્યા નિશાન

આ વર્ષે નાઈજીરિયાની સેનાને પણ આતંકી સંગઠન બોકો હરામે નિશાન બનાવી. ISનો દાવો છે કે બોકો હરામે નાઈજીરિયામાં 118 સૈનિકોની હત્યા કરી નાખી. તો 150 સૈનિકો હજી પણ લાપતા છે. ISનો દાવો છે કે નાઈજીરિયા અને ચાડ સેના વિરુદ્ધ તેમણે 15થી 21 નવેમ્બર સુધી પાંચ જગ્યાએ હુમલા થયા હતા. આ દરમિયાન બોકો હરામે 18 નવેમ્બરે નાઈજીરિયાઈ બોર્નો સ્ટેટના આર્મી બેઝ પર એટેક કર્યો હતો. આતંકીઓનો દાવો હ તો કે તેમણે 100થી વધુક નાઈજીરિયાઈ સૈનિકોની હત્યા કરી નાખી. જો કે નાઈજીરિયાના સૈન્યએ આ તમામ દાવાને ફગાવી દેતા કહ્યું કે તેમના માત્ર 44 સૈનિકના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે નાઈજિરિયન સૈન્ય દસ વર્ષથી બોકો હરામ સામે લડી રહી છે. આફ્રિકામાં બોકો હરામ સૌથી ખતરનાક અને સક્રિય આતંકી સંગઠન છે, તેને ઈસ્લામિક સ્ટેટનો પણ સાથ મળતો રહે છે.

2018ના આ છે બેસ્ટ સેવિંગ સ્કીમ અને મ્યુચ્યુઅલ ફંડ2018ના આ છે બેસ્ટ સેવિંગ સ્કીમ અને મ્યુચ્યુઅલ ફંડ

English summary
biggest terrorist attacks of the year 2018
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X