For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંખ ન રહી તો દાંતથી જોવા લાગ્યો વિશ્વને

|
Google Oneindia Gujarati News

પહેલીવારમાં આવી કહાણી પર તમને વિશ્વાસ કદાચ જ થશે, પરંતુ આ સાચું છે કે દક્ષિણ યોર્કશાયરનો એક વ્યક્તિ આંખ નહીં પરંતુ દાંતથી જોવા લાગ્યો છે. ભલે તમને આ કોઇ સાયન્સ ફિક્શન ફિલ્મની અસ્વાભાવિક કહાણી લાગે પરંતુ માર્ટિન જોન્સ માટે આ એક સત્ય છે. 12 વર્ષ અંધારામાં વિતાવનાર માર્ટિન માટે આ કોઇ ચમત્કારથી ઓછું નથી.

ડોક્ટર્સે સર્જરી દરમિયાન માર્ટિનનો એક દાંત ઉખાડ્યો અને તેને આંખના સ્થાને ફિટ કરીને તેના પર લેન્સ લગાવી દીધા. આ દાંતના કારણે હવે માર્ટિન જોવા લાગ્યો છે. માર્ટિને જણાવ્યું કે, 12 વર્ષ અંધારામાં વિતાવ્યા બાદ એક દિવસ તેને જાણવા મળ્યું કે તે જોઇ શકે છે, પરંતુ આશા ઓછી છે.

અમેજિંગ એન્ડ વીયર્ડ ડોટ કોમના અહેવાલ અનુસાર આંખ આવ્યા બાદ તે સૌથી પહેલા પોતાની પત્નીને જોવા માંગતો હતો જેમણે તે અંધ હોવા છતાં પણ તેમની સાથે લગ્ન કર્યા. એક દુર્ઘટનામાં માર્ટિનના ચહેરા પર ગરમ એલ્યુમિનિયમ પડ્યું હતું. આ દુર્ઘટનામાં તેનો 37 ટકા ચહેરો સંપૂર્ણ પણે સળગી ગયો હતો. આ ઉપરાંત 23 કલાક બોડી સ્ટોકિંગ પહેરીને રહેવું પડતું હતું. આ દુર્ઘટનામાં તેની ડાબી આંખ પણ કાઢવી પડી હતી.

દાંતને લેન્સ લગાવી આંખમાં ફીટ કરાયો

દાંતને લેન્સ લગાવી આંખમાં ફીટ કરાયો

જોકે સર્જન માર્ટિનની જમણી આંખ બચાવવામાં સફળ રહ્યાં હતા, પરંતુ તેમની એ આંખની રોશની જતી રહી હતી. લગભગ 10 વર્ષ સુધી અંધારામાં વિતાવ્યા બાદ તેમને સસેક્સ આઇ ક્લિનિકમાં આ સર્જરી અંગે જાણકારી મળી. ક્લિનિકમાં સર્જન ક્રિસ્ટોફરે માર્ટિનનો એક જીવિત દાંત ઉખાડીને તેમાં લેન્સ લગાવીને આંખમાં ફીટ કરી દીધો.

પ્લાસ્ટિક બેસ પર લેન્સ લગાવવું સંભવ નહોતું

પ્લાસ્ટિક બેસ પર લેન્સ લગાવવું સંભવ નહોતું

આવા મામલાઓમાં પ્લાસ્ટિક બેસ પર લેન્સ લગાવવામાં આવે છે, પરંતુ માર્ટિનના કેસમાં તે સંભવ નહોતું. સર્જને માર્ટિનના કેનાઇન દાંતના એક ટૂકડા પર લેન્સ ટ્રાન્સપ્લાન્ટ કરી આંખમાં લગાવી દીધો. આજે માર્ટિન પોતાની પત્નીને જોઇ શકે છે અને તેના માટે આ તેના માટે વિશ્વની સૌથી મોટી ખુશી છે.

આ રીતે કરવામાં આવી સર્જરી

આ રીતે કરવામાં આવી સર્જરી

દાંતને કાંઢીને તેમાં લેન્સ પકડી શકાય તેવો છેદ બનાવવામાં આવ્યો.

ગાલના અંદરના ભાગની છાલ લગાવાય છે આંખ પર

ગાલના અંદરના ભાગની છાલ લગાવાય છે આંખ પર

ગાલની અંદરના ભાગની ત્વચાની છાલ કાઢીને તેને આંખ પર લગાવવામાં આવે છે, તેને બે મહિના સુધી રાખવામાં આવે છે, ત્યારબાદ તે જાતે જ આંખનો હિસ્સો બની જાય છે.

પછી દાંતના હિસ્સાને લગાવવામાં આવે છે આંખ પર

પછી દાંતના હિસ્સાને લગાવવામાં આવે છે આંખ પર

દાંતના હિસ્સાને પછી આંખ પર લગાવવામં આવે છે અને પહેલા લગાવવામાં આવેલી ત્વચાના હિસ્સાથી તેને ઢાંકી દેવામાં આવે છે.

કોર્નિયામાં કરે છે છેદ

કોર્નિયામાં કરે છે છેદ

સર્જન પ્રત્યારોપિત કરવામાં આવેલા કોર્નિયામાં છેદ કરે છે, જેથી રોશની અંદર જઇ શકે અને દરદી જોઇ શકે.

English summary
A blind man regained his vision by having a tooth implanted in his eye.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X