For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોસ્ટન બ્લાસ્ટ: FBI અશ્વેત વ્યક્તિની શોધ, CCTV ફુટેજની તપાસ શરૂ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bostan-blast
બોસ્ટન, 16 એપ્રિલ: વાર્ષિક મેરેથોન દરમિયાન થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં પોલીસને એક કાળા રંગના વ્યક્તિની શોધ છે. બોસ્ટનના ડબલ ધમાકામાં પાછળ આ વ્યક્તિ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટો અનુસાર માનવામાં આવી રહ્યું છે કે સંદિગ્ધ કાવતરાખોર સાઉદી અરબનો નાગરિક છે.

બોસ્ટન પોલીસ સંદિગ્ધ વ્યક્તિની ઓળખ માટે સીસીટીવી ફૂટેજની તલાસી કરી રહી છે. વિસ્ફોટની તપાસ એફબીઆઇને સોંપવામાં આવી છે. એફબીઆઇ તેને એક આતંકવાદી ઘટનાના રૂપમાં લઇ રહી છે. એફબીઆઇના વિશેષ અધિકારી રિક ડેસલોરિયર્સે કહ્યું હતું કે આ એક આપરાધિક તપાસ છે જેમાં આતંકવાદી હુમલાની તપાસ પણ સામેલ છે.

બ્લાસ્ટ બાદ દેશને સંબોધિત કરતાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું હતું કે બોસ્ટન ધમાકા માટે જવાબદાર લોકોએ આની કિંમત ચુકવવી પડશે. બરાક ઓબામાએ કહ્યું હતું કે હજુ સુધી આ અંગે કોઇ જાણકારી મળી નથી કે ધમાકો કોણે અને કેમ કર્યો. પરંતુ જેને પણ કર્યા છે અમેરિકા તેને શોધી કાઢશે.

બોસ્ટન મેરેથોન દુનિયાની સૌથી જુની મેરેથોનમાંની એક છે. આ વખતે આ તેનું 117મું આયોજન હતું. ફુટબોલ સ્પર્ધા સુપર બોલ બાદ આ અમેરિકાનું બીજું સૌથી મોટું આયોજન છે જેને મીડીયામાં મોટું સ્થાન મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાનાં બોસ્ટોનમાં સોમવારે રાત્રે બે બોમ્બ વિસ્ફોટ થયા હતા આ વિસ્ફોટો માં ત્રણ વ્યક્તિઓ નાં મોત નીપજ્યા હતા અને 100થી વધારે લોકો ઘાયલ થયા હતા આ બોમ્બ વિસ્ફોટ રાત્રે 12.10 વાગે મેરેથોન રેસમાં થયા હતા વિસ્ફોટો જેએસકે લાઈબ્રેરીની બહાર થયા હતા. બ્લાસ્ટના કારણોને હજુ જાણી શકાયું નથી. ઘટનાસ્થળે રાહતકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જે સમયે બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે અમેરિકામાં દિવસના 12:20 વાગ્યા હતા. આ બંને બોમ્બ બ્લાસ્ટમાં મેરોથોન સ્થળ પર થયા હતા, જ્યાં ભારે માત્રામાં લોકો હાજર હતા.

English summary
Police officials are hunting for a dark skinned person who is suspected to have been behind the twin bombings at Boston marathon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X