For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલકાયદાની પત્રિકામાંથી બોમ્બ બનાવવાનુ શીખ્યો બોસ્ટનનો સંદિગ્ધ

By Super
|
Google Oneindia Gujarati News

boston
બોસ્ટન, 24 એપ્રિલઃ બોસ્ટનમાં થયેલા હુમલાના આરોપસર પકડાયેલા સંદિગ્ધે અલકાયદાની પત્રિકામાંથી બોમ્બ બનાવવાનુ શીખ્યો હોવાની વાત પ્રકાશમાં આવી છે. સમાચાર એજન્સી આરઆઇએ નોવોસ્તી અનુસાર, વિસ્ફોટ મામલે પકડાયેલા સંદિગ્ધ 19 વર્ષીય જોખરે પૂછપરછ દરમિયાન તપાસકર્તાઓને જણાવ્યું કે, તેણે પોલીસ સાથે ઘર્ષણમાં માર્યા ગયેલા તેના 26 વર્ષીય ભાઇ તામરલેન સારનાએકે પ્રેશર કૂકર બોમ્બ બનાવવાની વિધિ અલકાયદાની ઓનલાઇન પત્રિકા ઇન્સ્પાયરમાંથી શીખી હતી. અલકાયદાએ આ પત્રિકા 2010માં શરૂ કરી હતી.

એનબીસી ન્યૂઝ અનુસાર, પોલીસની ગોળીથી ઘાયલ થયેલા જોખરની સારવાર બોસ્ટનની હોસ્પિટલમાં ચાલી રહી રહી છે. ત્યાં તેણે પૂછપરછ દરમિયાન તપાસકર્તાઓને જણાવ્યું કે, પત્રિકામાં બે વાર રસોઇઘરનો ઉપયોગ થનારા પ્રેશર કૂકર બોમ્બ બનાવવાની વિધિ જણાવવામાં આવી હતી.

ફોક્સ ન્યૂઝ અનુસાર, અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે બન્ને ભાઇઓ ઇન્સ્પાયર પત્રિકામાં જણાવવામાં આવેવી વિધિથી બોમ્બ બનાવવામાં આવ્યો. ન્યૂયોર્ક પોલીસ વિભાગના પૂર્વ બોમ્બ ટેન્કિનિશિયન કેવિન બેરીએ કહ્યું કે, બોસ્ટન હુમલામાં ઉયપોગ લેવાયેલા બોમ્બથી સ્પષ્ટ છે કે ઇન્સ્પાયર પત્રિકામાં શું પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

અમેરિકન મીડિયાના રિપોર્ટ અનુસાર, જોખરે તપાસકર્તાઓએ એ પણ જણાવ્યું કે તેણે અને તેના બાઇએ આ વારદાતને એકલા હાથે અંજામ આપ્યો હતો અને આ બધુ તેમણે તેમની ધાર્મિક ભાવનાઓના કારણે કર્યું હતું.

English summary
Suspected Boston Marathon bomber Dzhokhar Tsarnaev has told investigators that he and his brother learned to make homemade pressure cooker bombs from an online magazine published by the Al Qaeda, US media reported.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X