For Quick Alerts
For Daily Alerts
ભારત સાથે સુરક્ષા સહયોગ વધારવા બ્રિટન ઇચ્છૂક
લંડન, 26 જૂનઃ બ્રિટનના એક મંત્રીએ કહ્યું છેકે તેમનો દેશ સુરક્ષા અને જાસૂસી જાણકારીના ક્ષેત્રમાં ભારત તથા અન્ય એશિયન દેશો સાથે સહયોગ બનાવવા માટે ઇચ્છૂક છે.
બ્રિટિશ ગૃહ કાર્યાલયમાં સુરક્ષા મામલાઓના મંત્રી જેમ્સ બ્રોકેનશાઇરે કહ્યું છે કે, અમે ભારત અને અન્ય એશિયન દેશો સાથે સુરક્ષા અને જાસૂસી જાણકારીના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટે ઇચ્છૂક અને ઉત્સુક છે. બે દિવસીય સુરક્ષા એશિયા 2103, એશિયન ગૃહ સુરક્ષા, રક્ષા અને આતંકવાદ નિરોધક સંમેલનમાં બ્રોકેનશાઇરે કહ્યું કે, 2012માં ઓલિમ્પિક અને પૈરાલમ્પિક ખેલો બાદ, બ્રિટનની પાસે ભાગીદારી કરવા માટે ઉલ્લેખનીય અનુભવ છે.
મંગળવારે સાંજે પૂર્ણ થયેલા આ સંમેલનમાં ભારત, બાંગ્લાદેશ, નેપાળ, ચીન, કઝાકિસ્તાન, ઓમાન, કતાર, બહેરીન, અબુધાબી, સંયુક્ત અરબ અમિરાત, માલાવી, ઇથોઓપિયા, જોર્ડન, લેબનાન, ઇન્ડોનેશિયા સહિત અનેક દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા.