For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશાળકાય આર્ક્ટિક ઉંટના અવશેષ શોધાયા

By Super
|
Google Oneindia Gujarati News

arctic_camel
ટોરેન્ટો, 7 માર્ચઃ કેનેડાના અવશેષ વૈજ્ઞાનિકોએ લગભગ 35 લાખ વર્ષ પ્રાચીન એક વિશાળકાય આર્ક્ટિક ઉંટના અવશેષો શોધ્યા છે. કેનેડામાં એ સમયે ગ્લોબલ વોર્મિંગ દરમિયાન ઉત્તરના જંગલોમાં આ ઉંટ જોવા મળતાં હતા.

મંગળવારે કેનેડા પ્રકૃતિ સંગ્રાહલય માટે અધ્યન કરી રહેલા વિશેષજ્ઞોએ કહ્યું કે નુનાવૃતના સ્વાયત્ત ક્ષેત્રમાં અલેસમેરે દ્વીપ પર મળેલા ઉંટના પિંડલીના હાડકાંના 30 ટૂકડા સુદૂર ઉત્તરીય કેનેડામાં જોવા મળતા સૌથી પ્રાચીન પ્રજાતિના ઉંટોનું પ્રતિનિધિત્વ કરે છે. ઉંટોની આ પ્રજાતિ ઉત્તરીય અમેરિકામાં 4.5 કરોડ વર્ષ પહેલા પહેલીવાર જોવા મળ્યા હતા.

અધ્યયનનું નેતૃત્વ કરનારા નતાલિયાએ જણાવ્યા પ્રમાણે, આ એક મહત્વપૂર્ણ શોધ છે, કારણ કે તે કેનેડાના ઉચ્ચ આર્ક્ટિક ક્ષેત્રમાં ઉંટોના પહેલા પુરાવા પ્રદાન કરે છે અને તેનાથી ઉત્તરીય અમેરિકાના ઉત્તરમાં લગભગ 1200 કિમી ક્ષેત્રમાં ઉંટની પ્રજાતિના વિસ્તારની માહિતી મળે છે. ફાઇલ્સ લીપ બેડની સાઇટ પર ચાલી રહેલા કામ દરમિયાન આ અવશેષો 2006, 2008 અને 2010માં ગરમીના દિવસોમાં એક રેતાળ સ્થળે મળ્યા. આ સ્થળ એલેસમેરે દ્વીપ પર સ્થિત સ્ટ્રેથકોના ફિઆર્ડ નજીક છે. અહીંથી પહેલા છોડના અવશેષો તો મળ્યા હતા પરંતુ ક્યારેય કોઇ સ્તનપાયીના અવશેષો મળ્યા નહોતા.

English summary
Camel fossils discovered in Canada’s Arctic shed light on animal’s evolution
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X