For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે ચાર્લી એબ્દોના નવા અંકનું કવર; પૈગંબરનું કાર્ટુન, હેડલાઇનમાં કહ્યું 'બધુ જ માફ છે'

|
Google Oneindia Gujarati News

પેરિસ, 14 જાન્યુઆરી : ફ્રાન્સના પેરિસ શહેરથી આજે મેગેઝિન ચાર્લી એબ્દોએ ફરી નવો અંક પ્રકાશિત કર્યો છે. મેગેઝિનના કાર્યાલય પર 7 જાન્યુઆરીએ થયેલા હુમલા બાદ ફરી તેમણે પૈગંબર મોહમ્મદના કાર્ટૂન સાથે નવો અંક બહાર પાડ્યો છે. આ નવા અંકની હેડલાઇન 'બધુ જ માફ છે' આપવામાં આવી છે. આ સાથે પૈગંબરના કાર્ટૂનમાં તેમની આંખમાંથી આંસૂ વહી રહ્યા છે અને હાથમાં પકડેલી તક્તીમાં લખ્યું છે 'હું ચાર્લી છું'.

ફ્રાન્સના આ વ્યંગ મેગેઝિનના નવા કવર પેજને અનેક દેશોના મીડિયાએ ખુલ્લેઆમ પબ્લિશ કર્યું છે. જો કે કેટલાક પશ્ચિમી દેશો, ખાસ કરીને આરબ દેશો અને કેટલાક આફ્રિકન અને એશિયાના દેશોએ પૈગંબર મોહમ્મદના ચિત્રણ પર મુસ્લિમોના વિરોધને પગલે તેને છાપ્યું નથી.

નવા અંકમાં શું શું છે તે જાણવા આગળ ક્લિક કરો...

50 ગણી વધુ નકલો છાપી

50 ગણી વધુ નકલો છાપી


અન્ય મહત્વની બાબત એ છે કે આ વખતે ચાર્લી હેબ્દોની 60000 કોપીને બદલે 30 લાખ કોપીઓ છાપવામાં આવી છે. જે 50 ગણી વધારે છે.

મૃતક કાર્ટૂનિસ્ટ્સના અપ્રકાશિત કાર્ટૂન્સ પણ છપાયા

મૃતક કાર્ટૂનિસ્ટ્સના અપ્રકાશિત કાર્ટૂન્સ પણ છપાયા


નવા અંકમાં માર્યા ગયા કાર્ટૂનિસ્ટ દ્વારા બનાવેલા એવા કેટલાક કાર્ટૂન્સ પણ છાપવામાં આવ્યા છે, જે હજી સુધી પ્રકાશિત કરવામાં આવ્યા ન હતા.

હુમલાખોરોની મજાક

હુમલાખોરોની મજાક


મેગેઝિનના નવા અંકમાં છાપવામાં આવેલા એક કાર્ટૂનમાં હુમલાખોરોની પણ મજાક ઉડાવવામાં આવી છે. જેમાં એક હુમલાખોર સ્વગમાં પહોંચીને પૂછે છે કે 'મારી 70 હૂર ક્યાં છે? તો તેને જવાબ મળે છે, એ તો ચાર્લીની ટીમમાં છે, લૂઝર'.

મુસ્લિમોનો ફરી વિરોધ

મુસ્લિમોનો ફરી વિરોધ


મિસરની ઇસ્લામિક ઓથૉરિટી દાર-ઉલ-ઇફ્તાએ આ કવરને દોઢ અબજ મુસ્લિમોની ભાવનાઓને વિનાકારણ અપમાન ગણાવ્યું છે.

અલકાયદાએ ફરી ધમકી આપી

અલકાયદાએ ફરી ધમકી આપી


અલકાયદાની નોર્થ આફ્રિકન બ્રાન્ચે જિહાદિસ્ટ વેબસાઇટ પર લખ્યું છે કે ફ્રાન્સે મુસ્લિમ દેશો પર થઇ રહેલા અત્યાચાર અને તેમના ધર્મ વિરુદ્ધ બોલવાની સજા મેળવી છે. જ્યાં સુધી માલી અને સેન્ટ્રલ આફ્રિકામાં અમારા લોકોને મારવામાં આવશે, ત્યાં સુધી સિરિયા અને ઇરાકમાં હુમલા ચાલુ રહેશે. પૈગંબરની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરનારા મીડિયાને કારણે ફ્રાન્સે આના કરતા પણ વધારે હુમલા સહન કરવા પડશે.

English summary
Charlie Hebdo returns with Prophet cartoon on new cover page, headline is All Is Forgiven.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X