For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હ્યુગો શાવેઝનો મૃતદેહ મ્યૂઝિયમમાં રાખવામાં આવશે

|
Google Oneindia Gujarati News

hugo-chavez
કારાકાસ, 8 માર્ચઃ વેનેઝુએલાના દિવંગત રાષ્ટ્રપતિ હ્યુગો શાવેઝને દફનાવવામાં નહીં આવે, પરંતુ હંમેશા માટે મ્યૂઝિયમમાં રાખવામાં આવશે. વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ તેની જાહેરાત કરી છે.

શોવેજના નિધન બાદ વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ બનેલા નિકોલસ માદુરોએ કહ્યું કે, શોવેજના મૃતદેહને હંમેશા માટે સૈન્ય મ્યૂઝિયમમાં કાચના તાબૂતમાં રાખવામાં આવશે.

શોવેજ સાથે જોડાયેલી લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ શોવેજના મૃતદેહને દર્શનાર્થે રાષ્ટ્રપતિ ભવન પાસે રાખવામાં આવ્યા છે. જ્યાં વિશ્વભરમાંથી લાખોની સંખ્યામાં લોકો તેના પ્રદર્શન માટે પહોંચી રહ્યાં છે. આ વચ્ચે વેનેઝુએલાના રક્ષામંત્રીએ કહ્યું કે, હવે શાવેઝ આપણી વચ્ચે નથી, પરંતુ અમે તેમના વિચારોને મરવા નહીં દઇએ.

નોંધનીય છે કે, કેન્સર સામે ઝઝૂમી રહેલા 58 વર્ષીય હયૂગો શાવેઝે મંગળવારે કારાકસના સૈન્ય હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વેનેઝુએલાના ઉપ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ નેશનલ ટેલિવિઝન તથા રેડિયો પર આ અંગે ઘોષણા કરી હતી. ક્યૂબાથી 18 ફેબ્રુઆરીથી પરત ફર્યા બાદ તે પોતાના અંતિમ બે સપ્તાહ સુધી ડૉક્ટર કાર્લોસ અરવેલો સૈન્ય હોસ્પિટલમાં કેન્સર સામે સંઘર્ષ કરી રહ્યાં હતા.

English summary
Hugo Chavez's body will be preserved and forever displayed inside a glass tomb at a military museum.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X