ચીનનો 'સુપર' તહેલકો, બનાવ્યું ફાસ્ટેસ્ટ કોમ્પ્યુટર

સમાચાર એન્જસી સિન્હુઆએ જણાવ્યા પ્રમાણે, તિયાન્હે 2 નામના આ સુપરકોમ્પ્યુટરનું નિર્માણ કરનારી ચીનના રાષ્ટ્રીય રક્ષા પ્રોદ્યોગિકી વિશ્વવિદ્યાલયે કહ્યું છે કે, ગણનાની તેની અધિકતમ ક્ષમતા 54.9 ક્વાડ્રિલયન પ્રતિ સેકન્ડની છે.
આ સુપરકોમ્પ્યુટર પહેલા સંસ્કરણ તિયાન્હે 1 એ નવેમ્બર 2010થી જૂન 2011 વચ્ચે વિશ્વનું સૌથી ઝડપી સુપરકોમ્પ્યુટર હતું. જે જાપાનના કે કોમ્પ્યુટરથી ઉત્કૃષ્ટ હતું. નોંધનીય છે કે, હાલના સમયગાળામાં અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે અને તેને ટક્કર આપી શકે તેવા બે એશિયન દેશો છે, જેમાં ચીન અને ભારત આવે છે. ત્યારે ચીન તરફથી ટેક્નોલોજી ક્ષેત્રે આ રીતે હરણફાળ ભરીને અમેરિકાને સાંકેતિક ઇશારો કર્યો છે.












Click it and Unblock the Notifications
