For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેતજો : ચીન કરી રહ્યું છે ઝેરી ચોખાની ખેતી!

|
Google Oneindia Gujarati News

હુનાન, 4 જૂન : દક્ષિણ મધ્‍ય ચીનમાં આવેલા હુનાન પ્રાંતમાં પાકતા ચોખામાં ભારે માત્રામાં ધાતુઓ મળી આવી છે. આ કારણે આ ચોખા ઝેરી હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. આ ચોખામાં કેડ્‍મિઅમ, આર્સેનિક, ઝિંક, તાંબુ અને અન્ય પ્રકારની કર્કરોગ પેદા કરનારી ભારે ધાતુ મળી આવી છે. છેલ્લા છ મહિનાથી ચાઇનીઝ મીડિયા આ મુદ્દે રિપોર્ટીંગ કરી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને ચીનના ગુઆનડોંગ પ્રાંતના ગુઆનઝોંમાંથી તપાસ માટે લેવાયેલા સેમ્‍પલોમાં આ ખુલાસો થયો છે. જેમાં જાણવા મળ્‍યું કે આ ચોખા પાડોશી હુનાન પ્રાંતની ત્રણ ચોખાની મિલમાંથી આવ્‍યા હતા. હુનાન પ્રાંત વાર્ષિક 25 મિલિયન ટન ચોખાનું ઉત્‍પાદન કરે છે. જે ચીનના વાર્ષિક ચોખાના ઉત્‍પાદનના 12 ટકા છે.

toxic-rice

હુનાનના ચોખામાંથી ઝેરી તત્‍વો મળી આવ્‍યા બાદ લોકોમાં આ પ્રાંતના ચોખાને લઇને ભય પેસી ગયો છે. સંશોધકોના જણાવ્‍યા મુજબ સેમ્‍પલોમાં 65 ટકા ચોખામાં ભારે માત્રામાં કેડ્‍મિઅમ મળી આવ્‍યું હતું. અન્‍ય સંશોધકોએ તેના તારણોમાં આ રેન્‍જ 20થી 40 ટકા હોવાનું કહ્યુ છે. હુનાન પ્રાંતના અધિકારીઓ આ મુદ્દે મૌન સેવી રહ્યા છે. જે લોકોના ભયમાં વધારો કરી રહ્યુ છે.

સ્થાનિક લોકોમાં ઝેરી ચોખા અંગેના સમાચાર પેલતા મોટા પાયે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારી ચોપડે નોંધાયેલા આંકડાઓ અનુસાર ચીનમાં આવેલી 89,000 એકર ખેતીલાયક જમીનમાં ભારે અને ઝેરી ગણાતી ધાતુઓનું પ્રમાણ જરૂર કરતા વધારે માત્રામાં છે. જેના કારણે દર વર્ષે અંદાજે 12 લાખ ટન અનાજને જેરની અસર પહોંચે છે. જેના કારણે દર વર્ષે 3.2 અબજ ડોલરનું આર્થિક નુકસાન થાય છે.

English summary
China is producing toxic rice!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X