કાંગોઃ ગોમાંમાં વિમાન દુર્ઘટના, 36ના મોત

Posted By: Staff
Subscribe to Oneindia News
coma
ખાર્તુમ, 5 માર્ચઃ કાંગો લોકતાંત્રિક ગણરાજ્યના પૂર્વ શહેર ગોમામાં એક વિમાન લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થતા 36 લોકોના મોત નિપજ્યાં છે. માહિતી અનુસાર, સ્થાનિક કંપની સીએએનું વિમાને કાંગોના મુખ્ય શહેર લોડ્ઝાથી ઉડાન ભરી હતી અને ગોમામાં ઉતરતા પહેલા તેને વરસાદનો સામનો કરવો પડ્યો હતો.

મળતી માહિતી અનુસાર દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત ત્રણ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. એ વાતનો ખુલાસો થઇ શક્યો નથી કે વિમાનમાં કેટલા યાત્રીઓ મુસાફરી કરી રહ્યાં હતા.

કાંગોની નબળી હવાઇ સુરક્ષા વ્યવસ્થા હંમેશા સમાચારમાં રહી છે. આ નબળી હવાઇ સુરક્ષા વ્યવસ્થાના કારણે જ યુરોપીય સંઘ અને યુરોપીય એરસ્પેસે લોકતાંત્રિક ગણરાજ્ય કાંગોની અંદાજે 50 જેટલી એરલાયન્સને કાળી યાદીમાં સામેલ કરી દીધી છે.

English summary
Up to 36 people die after plane crashes while trying to land in bad weather in Goma
Please Wait while comments are loading...