For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ખતરનાક થયો ચીનનો વાયરસ, ભારતે હેલ્પલાઈન નંબર અને એડવાઈઝરી જાહેર કરી

Coronavirus: ખતરનાક થયો ચીનનો વાયરસ, ભારતે હેલ્પલાઈન નંબર અને એડવાઈઝરી જાહેર કરી

|
Google Oneindia Gujarati News

બેઈજિંગઃ ચીનનો જીવલેણ કોરોના વાયરસ હવે ચીનથી નિકળીને બાકીને દેશોમાં દસ્તક આપી રહ્યો છે. આ વાયરસ ખતરનાક સ્તરે પહોંચી ચૂક્યા બાદ બેઈજિંગમાં ભારતીય દૂતાવાસ તરફથી ભારત આવતા પર્યટકોને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત દૂતાવાસ તરફથી હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જે તાજા જાણકારી ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓ તરફથી આપવામા આવી છે તે મુજબ અત્યાર સુધી આ ખતરનાક વાયરસની લપેટમાં આવી 25 લોકોના મોત થયાં છે. જ્યારે 835 લોકોમાં તેનું ઈન્ફેક્શન જોવા મળ્યું છે. ચીનના પડોસી હોંગકોંગમાં પણ પાંચ લોકોમાં આ વાયરસના લક્ષણ જોવા મળ્યા છે.

Coronavirus

આ નંબર પર સંપર્ક કરી શકો

કોરોના વાયરસને લઈ ભારત સરકાર પણ અલર્ટ પર છે. ભારતીય દૂતાવાસે ગુરુવારે હેલ્પલાઈન નંબર +86 1861203629 અને +861861203617 જાહેર કર્યો છે. ડિસેમ્બર 2019માં પહેલીવાર આ વાયરસને કારણે બીમારીનો પહેલો કેસ નોંધાયો હતો. હુબેઈ પ્રાંતના વુહાનમાં સૌથી પહેલા આ વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. વુહાન, સેન્ટ્રલ ચીનનું ગાઢ આબાદી વાળું શહેર છે અને અહીં ભારતીય વિદ્યાર્થીઓની તાદાત પણ તગડી છે. આ શહેરમાં 700 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરે છે. શહેર બંધ થવાના કારણે ભારતીય સ્ટૂડેન્ટ્સે બારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વાયરસ હવે ચીનની સીમાથી નિકળી અમેરિકા, સાઉથ કોરિયા, થાઈલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી ચૂક્યો છે. ભારત સરકારનું કહેવું છે કે બધા સ્ટૂડેન્ટ્સને સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ચીની અધિકારીઓ સાથે વાત કરવામાં આવી રહ્યા છે.

Coronavirus: કેરળમાં સામે આવ્યો કોરોના વાયરસનો પહેલો પોઝિટિવ કેસ, વુહાનથી પાછો આવ્યો છે છાત્રCoronavirus: કેરળમાં સામે આવ્યો કોરોના વાયરસનો પહેલો પોઝિટિવ કેસ, વુહાનથી પાછો આવ્યો છે છાત્ર

English summary
Coronavirus Outbreak: Indian Embassy in Beijing issues advisory to travellers from China visiting India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X